ETV Bharat / state

ખેડાના કપડવંજમાં એક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

author img

By

Published : Dec 21, 2020, 6:59 AM IST

ખેડા જીલ્લાના કપડવંજ શહેરમાં રહેણાંક મકાનમાં 46 હજાર રોકડા તેમજ સોનાના ચેઈનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ ચોરી કરવા સાથે મકાનમાં દારૂની મહેફિલ પણ માણી હતી. કપડવંજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

kheda
kheda
  • કપડગંજ મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી
  • તસ્કરોએ ચોરી કરવા સાથે મકાનમાં દારૂની મહેફિલ પણ માણી
  • જીલ્લામાં ઠંડી વધતા તસ્કરો જોરમાં

    ખેડાઃ કપડવંજ શહેરની અશફાક સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સોસાયટીમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ તાળું તોડી પ્રવેશ કર્યો હતો. મકાનમાં પ્રવેશી 46,000 રૂપિયા રોકડા તેમજ સોનાના ચેઈન સહિતના દાગીનાઓ લઈ ફરાર થઈ ગયા હતા. મકાન માલિક ઘરે આવતા તાળું તૂટેલું જોતા ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું.
    ખેડાના કપડવંજમાં એક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધી

મકાનમાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોઈ તસ્કરો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનું પણ જણાયું હતું. ઘટનાને લઈ કપડવંજ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જીલ્લામાં ઠંડી વધતા તસ્કરો જોરમાં

જીલ્લામાં દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈ તસ્કરો પણ બેફામ બની રહ્યા છે. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહેલું જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.