- APMCમાં કરિયાણાની દુકાનમાં ચોરી
- દુકાનના શટરના તાળા તોડી ચોરી કરી
- CCTVના LCD તેમજ DVR લઈ ફરાર
ખેડા : મહુધા APMCમાં તેજસકુમાર રાણાની કરિયાણાની દુકાન આવેલી છે. જે દુકાન પર રાત્રિએ તસ્કરો ત્રાટકયા હતા. રાત્રિના સમયે દુકાન પર ત્રાટકેલા તસ્કરોએ દુકાનના શટરના તાળા તોડી ચોરી કરી હતી. જે બાદ તસ્કરો મુદ્દામાલ સાથે CCTVના LCD તેમજ DVR લઈ ફરાર થઈ ગયા હતા.
રૂપિયા 45,500ના મુદ્દામાલની ચોરી
દુકાનમાંથી ચણાની દાળના 10 કટ્ટા, તુવેરદાળના 4 કટ્ટા, કણકીના 3 કટ્ટા, બાસમતી ચોખાના 10 કટ્ટા અને LCD તેમજ DVR મળી કુલ રૂપિયા 45,500ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
મહુધા પોલીસે તપાસ હાથ ધરી
ચોરીની ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવતા મહુધા પોલીસ દ્બારા ચોરી કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્બારા રોડ પર અન્ય કોઈ CCTV ફૂટેજ મળે તેમ હોય તો મેળવી તસ્કરોનું પગેરૂ દાબવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.