- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારીને લઈ ગ્રામજનોમાં રોષ
- ટેસ્ટ કરાવવા માટે દર્દીઓને દિવસો સુધી વારંવાર ધક્કા ખાવા પડે છે
- સમયસર રિપોર્ટ ન મળતા દર્દીના મોતનો આક્ષેપ
ખેડા : કપડવંજ તાલુકાના મોટી ઝેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા લોકોના આરોગ્યને લઈ વિવિધ સુવિધા ઉપલબ્દ્ધ બનાવવામાં આવી છે, પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારીને લઈને સુવિધા મળી શકતી નથી. ટેસ્ટ કરાવવા માટે દર્દીઓને દિવસો સુધી વારંવાર ધક્કા ખાવા પડે છે.
આ પણ વાંચો : ખેડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી, દર્દીના સેમ્પલ તપાસ માટે ન મોકલાયા
ગ્રામજનોને ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે
મોટી ઝેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ ટેસ્ટ કરાવવા માટે ગ્રામજનોને ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. આ અંગે મેડીકલ ઓફિસરને રજૂઆત કરવામાં આવતાં તેમના તરફથી દર્દીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવતું હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે.
![પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-bedarkari-avb-gj10050_02052021172520_0205f_1619956520_510.jpg)
સમયસર રિપોર્ટ ન મળતા દર્દીના મોતનો આક્ષેપ
ગામમાં તાજેતરમાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારીને કારણે સમયસર રિપોર્ટ મળી ન શકવાને કારણે એક દર્દીનું મોત થયું હોવાનો પણ સ્વજનો આક્રોશ સાથે આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો : સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા વધુ 230 બેડની વ્યવસ્થા કરાઈ
શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યું છે સંક્રમણ
સમગ્ર ખેડા જિલ્લા સહિત કપડવંજ શહેર અને તાલુકામાં પણ સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ગામોમાં વધતી સંખ્યામાં નવા કેસો આવી રહ્યા છે. મહામારીના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમયસર સારવારની ગંભીરતા સમજી આરોગ્યકર્મીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવે તેવી દર્દીઓ તેમજ ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.