- મહુધામાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો
- ગ્રામજનો દ્વારા વિવિધ સમસ્યાઓની રજૂઆત કરાઈ
- ધારાસભ્ય દ્વારા વિકાસ માટે ગામને દત્તક લેવાની જાહેરાત કરાઈ
- રાજકીય ઉદ્દેશ ન હોવાની ધારાસભ્યની સ્પષ્ટતા
મહુધાઃ મહુધા તાલુકાના ચુણેલ તાબેના ભાનાપાંચાની મુવાડીમાં ગ્રામજનો દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો દ્વારા ગામ વિકાસથી વંચિત રહ્યું હોવાનું જણાવી રસ્તા તેમજ પીવાના પાણી સહિતની વિવિધ સમસ્યાઓની ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. બિસ્માર રસ્તાને લઈ રોજિંદી અવરજવર સહિત અંતિમ સંસ્કાર માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી ગ્રામજનો દ્વારા ચુણેલથી ભાનાપાંચાની મુવાડી તથા મુવાડીથી મિયાંપુર ડામર રોડ બનાવવા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્ય દ્વારા વિકાસ માટે ગામને દત્તક લેવાની જાહેરાત કરાઈ
ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા ગામને વિકાસ માટે દત્તક લેવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગામમાં રસ્તા તેમજ પીવાના પાણીની ટાંકી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે. ગ્રામજનો દ્વારા જાહેરાતને વધાવી ધારાસભ્યને સાથ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજકીય ઉદ્દેશ ન હોવાની ધારાસભ્યની સ્પષ્ટતા
મહત્વનું છે કે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. ત્યારે ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા પક્ષ કે ધારાસભ્ય તરીકે નહીં પરંતુ એક સામાજિક કાર્યકરન તરીકે ગ્રામજનોની સમસ્યા હલ કરવા ગ્રામજનોને સાંભળવા આવ્યો છું તેમ જણાવી રાજકીય ઉદ્દેશ ન હોવાની તેઓએ સ્પષ્ટતા કરી હતી.
મહુધામાં સ્નેહમિલન સમારંભ યોજાયો, ધારાસભ્ય દ્વારા વિકાસ માટે ગામને દત્તક લેવાયું - દત્તક ગામ
મહુધા તાલુકાના ચુણેલ તાબેના ભાનાપાંચાની મુવાડીમાં મહુધાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા ગામને વિકાસ માટે દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી.
xz