ETV Bharat / state

મઠીયા-પાપડનું હબ ગણતાં ઉત્તરસંડામાં દિવાળીના પગલે કરોડોની કમાણી - મઠીયા-પાપડ

નડિયાદ: તાલુકાની નજીક ઉત્તરસંડા ગામ આવેલું છે. જ્યાંના પાપડ અને મઠીયા દેશ-વિદેશમાં વખણાય છે. દિવાળીમાં ઉત્તરસંડા મઠીયા લેવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આ ગમાના મઠીયા-પાપડને દેશની બહાર પણ એક્સપર્ટ કરવામાં આવે છે. આ ઉદ્યોગના કારણે અનેક ગૃહણીઓ રોજગાર મેળવે છે. આમ, વર્ષોથી ચાલતાં આ ગૃહઉદ્યોગમાં દિન-પ્રદિન વિકાસ થયો છે. હાલ, મોટાભાગના ગૃહઉદ્યોગ મરી પરવાર્યા છે. ત્યારે ઉતરસંડામાં મઠીયા-પાપડના ગૃહઉદ્યોગે એક ઓળખ ઉભી કરી છે.

પાપડ ઉદ્યોગ
author img

By

Published : Oct 23, 2019, 5:30 AM IST

ખેડા જિલ્લાના ઉત્તરસંડાનો મઠીયા-પાપડ ગૃહ ઉદ્યોગ આજે દેશ-વિદેશમાં જાણીતો બન્યો છે. અહીં બનતા મઠીયા, પાપડ અને ચોળાફળીની દેશમાં સાથે વિદેશમાં પણ એટલી જ માગ જોવા મળે છે. પાપડ, મઠીયા અને ચોળાફળી આ ગામની ઓળખ બની ગઈ છે. ગામમાં ઠેર-ઠેર મઠીયા અને પાપડના બોર્ડ તેમજ તેનું વેચાણ થતું જોવા મળે છે.

મઠીયા, પાપડ ઉદ્યોગનું હબ

ઉત્તરસંડા ગામમાં 30 જેટલી ફેક્ટરીમાં ઓટોમેટીક પ્લાન્ટ દ્વારા પાપડ, મઠીયા અને ચોળાફળી તૈયાર થાય છે. અહીંનો ઉદ્યોગ ગામનું નામ દેશ વિદેશમાં ગુંજતું કરવા સાથે અનેક લોકોને ઘર આંગણે રોજગારી પણ પૂરી પાડી રહ્યો છે. એક ફેક્ટરીમાં મોટાભાગે 40-45 લોકોને રોજગારી મળી છે.

પાપડ ઉદ્યોગ
પાપડ ઉદ્યોગ

ગામમાં અંદાજિત 2 થી 3 ટન જેટલો મઠીયા, પાપડ અને ચોળાફળીનો જથ્થો તૈયાર કરવામાં આવે છે. તહેવારોની સીઝનમાં અહીંના પાપડ, મઠીયા અને ચોળાફળીની માગમાં વધારો જોવા મળે છે. આ ઉદ્યોગની શરૂઆત 30 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ત્યારથી આ ગૃહઉદ્યોગની સફર અવિરત ચાલી રહી છે. જેણે આજના ફાસ્ટ ઉદ્યોગોની સામે પણ પોતાનું અજીખમ વર્ચસ્વ ટકાવી રાખ્યું છે.

Intro:Aprvd by Desk
હાલ દિવાળી નજીક આવી રહી છે ત્યારે જાણીને નવાઈ લાગશે પણ ચરોતરનું એક ગામ મઠીયા-પાપડથી સમૃદ્ધ થવા સાથે દેશ વિદેશમાં જાણીતુ બન્યું છે.મઠીયા ચોળાફળી વિદેશમાં એક્સપોર્ટ કરી ડોલરની કમાણી કરી રહ્યું છે.ત્યારે ચાલો લઈએ આ ગામની મુલાકાત અને જાણીએ તેના મઠીયા-પાપડ ઉદ્યોગ વિશે...

Body:નડિયાદના ઉત્તરસંડાનો મઠીયા પાપડ ગૃહ ઉદ્યોગ દેશ-વિદેશમાં જાણીતો બન્યો છે.અહીં બનતા મઠીયા,પાપડ અને ચોળાફળીની દેશમાં સાથે વિદેશમાં પણ એટલી જ ડિમાન્ડ રહે છે.પાપડ,મઠીયા અને ચોળાફળી ગામની ઓળખ બની ગઇ છે.ખેડા જીલ્લામાં આવેલા નડિયાદના આ ઉત્તરસંડા ગામની મુલાકાત લેતા જ તમને ઠેર ઠેર મઠીયા અને પાપડના બોર્ડ તેમજ પાપડ,મઠીયા અને ચોળાફળી નું વેચાણ થતુ જોવા મળે છે.
ઉત્તરસંડા માં 30 જેટલી ફેક્ટરીમાં ઓટોમેટીક પ્લાન્ટ દ્વારા પાપડ, મઠીયા અને ચોળાફળી તૈયાર થાય છે.અહીંના પાપડ-મઠીયા ઉદ્યોગ ગામનું નામ દેશ વિદેશમાં ગુંજતું કરવા સાથે અનેક લોકોને ઘર આંગણે રોજગારી પણ પુરી પાડી રહ્યો છે.એક ફેક્ટરીમાં મોટાભાગે મહિલાઓ સહિત 40-45 લોકોને રોજગારી મળી રહે છે.જ્યાં રોજના અંદાજે ફેક્ટરીની ક્ષમતા મુજબ 2 થી 3 ટન જેટલો મઠીયા,પાપડ અને ચોળાફળીનો જથ્થો તૈયાર કરવામાં આવે છે.જો કે હાલ દિવાળીની સિઝન હોઈ આ જથ્થો અનેકધણા વધારે પ્રમાણમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.દિવાળી ની સિઝન માટેની તૈયારી દિવસો અગાઉથી જ શરૂ કરવામાં આવે છે.ઉત્પાદન માટે જરૂરી માલસામાન ની ખૂબ મોટા પ્રમાણમાં જથ્થાબંધ ખરીદી કરી લેવામાં આવે છે.
અહીંના પાપડ મઠીયાની દેશની સાથે વિદેશમાં પણ વધારે ડિમાન્ડ
રહે છે.ખૂબ મોટા પ્રમાણમાં પાપડ,મઠીયા,ચોળાફળી વિદેશમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે.તેથી અહીંના લોકો રૂપિયાની સાથે-સાથે ડોલરમાં પણ કમાણી કરે છે
પાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો હાલ ઘરાકી નીકળવાની આશા રાખીને બેઠા છે.સાથે જણાવી રહ્યા છે કે દિવાળી નજીક આવશે તેમ-તેમ માંગમાં વધારો થશે.
અહીં લગભગ છેલ્લા ત્રીસેક વર્ષથી પાપડ ઉદ્યોગ વિકસ્યો છે.અહીંના પાપડ મઠીયા ઉદ્યોગે વિશ્વભરમાં આગવું સ્થાન જમાવ્યું છે.
બાઈટ-1 જયેશ પટેલ ,પાપડ ઉત્પાદક, ઉત્તરસંડા
બાઈટ-2 રોશન વસાવા,કામદાર, ઉત્તરસંડા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.