ખેડાઃ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પાસે પોતાની કાર ધોવડાવવામાં આવતી હોવાનો વિડિઓ સોશિઅલ મીડિયામાં વાયરલ થયો છે.જેને લઇ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતી કામગીરીને લઇ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મહુધા તાલુકાના ભુમસ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષક જયદીપ પટેલ દ્વારા પોતાની કાર વિદ્યાર્થીઓ પાસે ધોવડાવવામાં આવતી હોવાનું વીડિયોમાં જોઇ શકાય છે. આ વિડીયો વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મહત્વનું છે કે સરકારી શાળાઓમાં શિક્ષકો દ્વારા કેવું શિક્ષણ આપવામાં આવે છે અને કેવી કામગીરી કરાવવામાં આવે છે તેને લઇ સમયે સમયે બનાવો સામે આવતા હોય છે.ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતી કામગીરીનો એક વધુ વીડિયો સામે આવ્યો છે.
જો કે જાણવા મળ્યા મુજબ આ અંગે મુખ્ય શિક્ષક પૂજાબેન પટેલ દ્વારા એક મહિના પહેલાનો વિડીયો હોઈ શકે છે શિક્ષક સાથે આ બાબતે વાત કરી છે.શિક્ષકનો ખુલાસો માંગવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે છોકરાઓ પાણી છાંટતા હતા એટલે મેં ગાડી પર પાણી છંટાવ્યુંહતું.ગાડી ધોવડાવી નથી.આવું નહીં કરું એવો ખુલાસો આપી ખાતરી આપી હતી.
જો કે એ જે કંઈ પણ હોય તે પરંતુ વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા કેવી કામગીરી કરાવવામાં આવે છે તે આ વિડીયોમાં જોઈ શકાય છે.