- ડાકોર નગરપાલિકાની 2017માં ચૂંટણી યોજાઈ હતી
- 3 માર્ચ 2017ના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી
- સાત સભ્યોનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું
ખેડા : ડાકોર નગરપાલિકાની 2017માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચુંટાયેલા કૂલ 28 સભ્યોમાંથી 11 સભ્યો ભાજપના મેન્ડેટ પર ચૂંટાયા હતા. 3 માર્ચ 2017ના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના આ સાત સભ્યો દ્વારા ભાજપના મેન્ડેટનો અનાદર કરી અપક્ષને મત આપ્યા હતા. જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સાત સભ્યોનું સભ્યપદ રદ્દ કરવા માટે પક્ષાંતર ધારા હેઠળ ગાંધીનગર પક્ષાંતરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનું જજમેન્ટ તારીખ 2/09/2020ના રોજ આવ્યું હતું.
આ પણ વાંચો : પાલિતાણા નગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસના 31 ફોર્મ રદ્દ થયા
ડબલ બેચના ન્યાયાધીશો દ્વારા સાત સભ્યોનું સભ્યપદ રદ્દ કરાયું
સાત સભ્યો હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટના સિંગલ બેચના ન્યાયાધીશ દ્વારા તેમનું સભ્યપદ ચાલુ રાખવાનો હૂકમ થયો હતો. પરંતુ તેમનુ સભ્યપદ ચાલુ રાખવાના હૂકમ પર એજ દિવસે સ્ટે આપી દેવાયો હતો. ત્યારબાદ હાઇકોર્ટના સિંગલ બેચના જજમેન્ટને ડબલ બેચમાં ચેલેન્જ કરવામાં આવી હતી. જેથી તેઓના સભ્યપદને માન્યતા મળી ન હતી. ડબલ બેચના ન્યાયાધીશો દ્વારા સાત સભ્યોનું સભ્યપદ રદ્દ કરવાનો હૂકમ કરવામાં આવ્યો હતો. જેને લઈને ડાકોરમાં રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો :વેરાવળની વિવાદાસ્પદ ખાનગી શાળાની માન્યતા ફરી એક વખત રદ, શિક્ષણ જગતમાં ખળભળાટ
સભ્યપદ રદ્દ કરવામાં આવેલ સાત સભ્યો
- કલ્પેશ સી.ભટ્ટ
- ઉપેન્દ્ર આર.ઉપાધ્યાય
- વાનીતાબેન વિપુલભાઈ શાહ
- શીતલબેન વી.પટેલ
- ઝલકબેન પાર્થ ખંભોળજા
- મામતાબેન કે.ગાંધી
- અક્ષય પટેલ