ETV Bharat / state

નડીયાદ સિવિલ હોસ્પિટલથી જેલનો કેદી થયો ફરાર - Latest news from Nadiad

નડીયાદના બિલોદરા ખાતેની જિલ્લા જેલમાં સજા કાપતો કેદી સિવિલ હોસ્પિટલથી પોલિસની પકડમાંથી ફરાર થઈ ગયો હતો. પોલિસ દ્વારા કેદીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Kheda News
Kheda News
author img

By

Published : May 25, 2021, 10:00 PM IST

  • કેદીને શારિરિક તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો
  • બાથરૂમ જવાના બહાને ફરાર થયો
  • પોલિસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

ખેડા : નડીયાદ સિવિલ હોસ્પિટલમાંથી બિલોદરા જેલમાં સજા કાપતો કેદી ફરાર થઈ ગયો હતો. જેને લઈ પોલિસ તંત્ર દોડતું થયું હતું. કેદીને શારિરિક તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. મૂળ કપડવંજ તાલુકાના હિરાપુર ગામનો હર્ષદ ઉર્ફે ભુવાજી સોલંકી બિલોદરા જેલમાં સજા કાપી રહ્યો છે. જેને બિલોદરા જેલ પોલીસ શારીરિક તપાસ માટે નડીયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી.

નડીયાદ
નડીયાદ

આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીએ કરી આત્મહત્યા

આરોપી વિરૂદ્ધ નડીયાદ સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરિયાદ નોંધાવવામાં આવી

આરોપી કેદી હર્ષદ ઉર્ફે ભુવાજી સોલંકીએ સાથેના પોલીસને બાથરૂમ જવું છે તેમ જણાવ્યુ હતું. જે તકનો લાભ લઇ સાથેના પોલીસના હાથમાંથી આરોપી કેદીએ પોતાના શર્ટનો કોલર છોડાવી નડીયાદ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. બિલોદરા જેલ સત્તાવાળાઓએ ફરાર આરોપી કેદી હર્ષદ ઉર્ફે ભુવાજી સોલંકી વિરૂદ્ધ નડીયાદ સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈ પોલિસ દ્વારા કેદીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

કેદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.