સૂત્રોની માહિતી અનુસાર ગળતેશ્વર પાસે આવેલા અંબાવ સુખીની મુવાડી સ્વામિનારાયણ મંદિરે શનિવારે રાત્રે સુરત સીટી ક્રાઈમ બ્રાન્ચે છાપો માર્યો હતો. જેમાં લાખો રૂપિયાની રોકડ અને મશીન સાથે રાધા રમણ સ્વામીની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.
પોલીસ દ્વારા ધરપકડ બાદ રાધારમણ સ્વામીને સુરત ખાતે લઈ જવામાં આવ્યા છે. જો કે, ઘટના મામલે સમગ્ર હકીકત તેમજ લાખો રૂપિયાની નોટો ડુપ્લીકેટ છે કે, સાચી તે સહિતની સમગ્ર બાબત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. સ્વામિનારાયણ મંદિરેથી આટલી રકમ પકડાતા તાલુકાભરમાં તેમજ સમગ્ર ખેડા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.