ETV Bharat / state

ખેડામાં દિવ્યાંગ મતદારો માટે સુગમ્યતા નિરીક્ષકની કરાઈ નિમણૂક - appoint

ખેડા : ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં દિવ્‍યાંગ મતદારોને આનુષંગિક સેવાઓ મળી રહે તે માટે સુગમ્‍યતા નિરીક્ષક (એકસેસીબીલીટી ઓબ્‍ઝર્વર)ની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં સંજય અમરાણીએ ખેડા સંસદીય મત વિસ્‍તારમાં દિવ્‍યાંગો માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું.

ખેડામાં સુગમ્યતા નિરીક્ષકની કરાઈ નિમણૂક
author img

By

Published : Apr 17, 2019, 10:19 AM IST

અમરાણીએ ગોબલજ, મુખ્‍ય પ્રાથમિક કુમાર શાળા, બ્રાન્‍ચ પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્‍યા શાળા, ખેડા હરિયાળા, સંઘાણા, રતનપુર તેમજ ડભાણ ખાતેના મતદાન મથકોની મુલાકાત લઇને દિવ્‍યાંગો માટે જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યુ હતું.

સુગમ્‍યતા નિરીક્ષક સંજય અમરાણીએ સર્કીટ હાઉસ તથા નડિયાદ ખાતે દિવ્‍યાંગજનો માટે કામ કરતી સંસ્‍થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ભારતના ચૂંટણીપંચ દ્વારા સૌ પ્રથમવાર દિવ્‍યાંગોને મતદાન મથક સુધી જવા-આવવા માટે વાહનની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત દિવ્‍યાંગો મતદાન મથક સુધી વાહન લઇ જઇ શકશે અને પાર્કીંગ પણ કરી શકશે. દિવ્‍યાંગો-વયોવૃદ્ધોને મતદાનમાં અગ્રિમતા અપાશે. તેમજ પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ બેલેટ પેપર તેમજ EVM મથક પર બ્રેઇલ લિપિ લખાણ રહેશે. સાથે જ દિવ્‍યાંગો માટે મતદાન મથક ખાતે પીવાનું પાણી તેમજ છાંયડા માટે શેડ ઊભો કરવામાં આવશે.

દિવ્‍યાંગો પણ લોકશાહીની ભાવનાને ચરિથાર્થ કરીને લોકશાહી પ્રક્રિયામાં સહભાગીદાર બને તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. જેથી તેઓ કોઇપણ જાતની હાડમારી વગર સરળતાથી મતદાન કરી શકે. સુગમ્યતા નિરીક્ષક અમરાણીએ જિલ્‍લા ચૂંટણી તંત્ર અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્‍યાંગો માટે ચૂંટણી દરમિયાન ઊભી કરવામાં સુવિધાઓથી સંતોષની લાગણી વ્‍યક્ત કરી હતી.

આ અંગે નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી વી.એમ.રાજપૂતે જણાવ્‍યું કે, તમામ મતદાન મથકો ખાતે દિવ્‍યાંગો માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેમજ જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડે જણાવ્‍યું કે, જિલ્‍લામાં દિવ્‍યાંગ મતદારો માટે જરૂરી વ્‍હીલચેરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ બેઠકમાં દિવ્‍યાંગજનો માટે કામ કરતી સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

R_GJ_KHD_02_16APRIL19_OBSERVER_DHARMENDRA

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં દિવ્‍યાંગ મતદારોને આનુષંગિક સેવાઓ મળી રહે તે માટે નિમવામાં આવેલા સુગમ્‍યતા નિરીક્ષક (એકસેસીબીલીટી ઓબ્‍ઝર્વર) સંજય અમરાણીએ ખેડા સંસદીય મત વિસ્‍તારમાં દિવ્‍યાંગો માટે ઉભી કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. 

અમરાણીએ ગોબલજ,મુખ્‍ય પ્રાથમિક કુમાર શાળા,બ્રાન્‍ચ પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્‍યા શાળા,ખેડા હરિયાળા, સંઘાણા, રતનપુર, ડભાણ ખાતેના મતદાન મથકોની મુલાકાત લઇ દિવ્‍યાંગો માટે જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યુ હતું. 
સુગમ્‍યતા નિરીક્ષક સંજય અમરાણીએ સરકીટ હાઉસ, નડિયાદ ખાતે દિવ્‍યાંગજનો માટે કામ કરતી સંસ્‍થાઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ બેઠકમાં જણાવ્‍યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સૌ પ્રથમવાર દિવ્‍યાંગોને મતદાન મથક સુધી જવા-આવવા માટે વાહનની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.આ ઉપરાંત દિવ્‍યાંગો મતદાન મથક સુધી વાહન લઇ જઇ શકશે અને પાર્કીંગ પણ કરી શકશે. દિવ્‍યાંગો-વયોવૃધ્‍ધોને મતદાનમાં અગ્રીમતા અપાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.તેમજ પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ બેલેટ પેપર તેમજ ઇવીએમ મથક પર બ્રેઇલ લિપિ  લખાણ રહેશે. તેમણે કહ્યું કે દિવ્‍યાંગો માટે મતદાન મથક ખાતે પીવાનું પાણી તેમજ છાંયડા માટે શેડ ઊભો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
દિવ્‍યાંગો પણ લોકશાહીની ભાવનાને ચરિથાર્થ કરી લોકશાહી પ્રક્રિયામાં સહભાગીદાર બને તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. જેથી તેઓ કોઇપણ જાતની હાડમારી વગર સરળતાથી મતદાન કરી શકે તેમ તેમણે ઉમેર્યુ હતું. સુગમ્યતા નિરીક્ષક અમરાણીએ જિલ્‍લા ચૂંટણી તંત્ર અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્‍યાંગો માટે ચૂંટણી દરમિયાન ઊભી કરવામાં સુવિધાઓથી સંતોષની લાગણી વ્‍યક્ત કરી હતી. 
નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી વી.એમ.રાજપૂતએ જણાવ્‍યું કે તમામ મતદાન મથકો ખાતે દિવ્‍યાંગો માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 
જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડે જણાવ્‍યું કે જિલ્‍લામાં દિવ્‍યાંગ મતદારો માટે જરૂરી વ્‍હીલ ચેરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ બેઠકમાં દિવ્‍યાંગજનો માટે કામ કરતી સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
                                       
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.