ખેડા: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામમાં રહેતા જયદીપસિંહ મકવાણા નામના યુવકે વ્યાજખોરોની ધાકધમકી અને માનસિક ત્રાસને કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલા મૃતકે વીડિયો બનાવ્યો હતો અને સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મૃતકે એક મહિના અગાઉ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી, પરંતુ પોલીસે કોઈ પ્રકારનું પગલું નહીં ભરતા અંતે યુવકે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
સમગ્ર ઘટનાને લઇને મહેમદાવાદ પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેથી છાસવારે આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યાં છે.