ખેડા: નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠે ગુતાલ ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસ ખાતે રિવોલ્વરથી પોતાના જ માથામાં ગોળીમારી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં નડિયાદ રૂરલ પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જે દરમિયાન દિલીપ શેઠના પત્નિએ પોલીસને જણાવ્યું હતું કે, વડોદરા અને નડિયાદના ફાયનાન્સરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તેઓએ કંટાળીને અંતિમ પગલું ભર્યું છે. જેને લઈ નડિયાદ રૂરલ પોલીસ દ્વારા સુરેશભાઈ અને સંજયભાઈ નામના બે ફાયનાન્સર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.