ETV Bharat / state

ગણેશોત્સવ સ્પેશિયલ: ગજાનનની વિશાળ મુખાકૃતિ ધરાવતું મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર - mahemdavad ganesh temple

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીના કિનારે આવેલું સિદ્ધિવિનાયક મંદિર ગજાનનની વિશાળ મુખાકૃતિને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. ચાલો આજે આ મંદિરના વિશિષ્ઠ સ્થાપત્યના તમને દર્શન કરાવીએ.

ગણેશોત્સવ સ્પેશિયલ: ગજાનનની વિશાળ મુખાકૃતિ ધરાવતું મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર

author img

By

Published : Aug 30, 2020, 8:08 PM IST

ખેડા: ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ગણેશજીના મુખાકારમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર તેના અનોખા સ્થાપત્યને કારણે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગૌરીપુત્રમાં અપાર શ્રદ્ધા ધરાવતા ભાવિકોને દૂરથી જ આ વિશાળ મુખાકૃતિમાં ગણેશજીના દર્શન થઈ જાય છે.

ગજાનનની વિશાળ મુખાકૃતિ ધરાવતું મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર

આ મંદિરને કુલ 4 માળ છે. વિશિષ્ટ વાત એ છે કે અહીં મંદિરનું ગર્ભગૃહ નીચે નહીં પરંતુ મંદિરના ચોથા માળે આવેલું છે. 56 ફૂટની ઉંચાઇએ મંદિરના ચોથા માળે ભગવાન સિદ્ધિવિનાયકની પ્રતિમા સ્થાપિત થયેલી છે. આ વિશાળ મંદિર 120 ફૂટની લંબાઈ, 71 ફૂટની ઉંચાઇ અને 80 ફૂટની પહોળાઈ ધરાવે છે.

અમદાવાદના પુરોહિત પરિવાર દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ પુરોહિતના માતા ડાહીબાની ભગવાન સિદ્ધિવિનાયક પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરિત થઈ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વાત્રક નદીના કિનારે સફેદ આંકડાનું વૃક્ષવાળી કોઇ જગ્યા પર મંદિર બનાવવાનું ડાહીબાને સપનું આવ્યું હતું. આથી નરેન્દ્રભાઈ પુરોહિતે તેમની ઇચ્છાને માન આપીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવડાવ્યું.

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી જ્યોત લાવી વાત્રક નદીના કિનારે અંદાજે રૂપિયા 14 કરોડના ખર્ચે 6 લાખ સ્ક્વેર ફીટના વિસ્તારમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરનું નિર્માણ સિમેન્ટ કે લોખંડનો વપરાશ કર્યા વિના વિશિષ્ટ રીતે કરાયું છે. નિર્માણ કાર્ય એક વર્ષ સુધી ચાલ્યું હતું. મંગળવાર તથા ગણેશ ચતુર્થી તેમજ વિવિધ તહેવારો પર અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે.

અનોખુ સ્થાપત્ય ધરાવતું આ ભવ્ય મંદિર આસ્થાના કેન્દ્ર સમાન દેવસ્થાન બનવા સાથે લોકપ્રિય સ્થળ બન્યું છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.