ETV Bharat / state

કોલેજીયન દિકરી પોતાના શોખને બાળીને શહીદ થયેલા જવાનોના પરિવારોનું કરે છે દુઃખ હળવું - Sikkim Tragedy

ખેડાના નડિયાદની કોલેજીયન દિકરી પોતાના પોકેટમનીમાંથી (soldiers martyred families helped) શહીદ થયેલા જવાનોના પરિવારોને આર્થિક મદદ મોકલે છે. આ દિકરીએ તાજેતરમાં સિક્કિમ ખાતે રોડ દુર્ઘટનામાં (Sikkim tragedy soldiers martyred) શહીદ થયેલા જવાનોના પરિવારોને ફૂલની પાંખડીઓ મોકલી છે.

કોલેજીયન દિકરી પોતાના શોખને બાળીને શહીદ થયેલા જવાનોના પરિવારોનું કરે છે દુઃખ હળવું

author img

By

Published : Dec 30, 2022, 4:56 PM IST

ખેડા : નડિયાદની કોલેજીયન યુવતી વિધિ જાદવે પોકેટમનીમાંથી તાજેતરમાં સિક્કિમ (soldiers martyred families helped) ખાતે રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આર્થિક મદદ મોકલી છે. 20 વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર જવાના બદલે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારો વચ્ચે જઈ તેમના દુ:ખને હળવું કર્યું છે. વિધિ જાદવે અત્યાર સુધી 153થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.(Sikkim tragedy soldiers martyred)

કોણ છે વિધિ જાદવ નડીયાદની રહેવાસી અને આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો શહીદ સૈનિકના પરિવારોની મુલાકાત લીધી છે. તેમજ આર્થિક મદદની સાથે સાથે લાગણી અને આત્મીયતાનો સંબંધ બાંધ્યો છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઈ જવાન શહીદ થઈ જાય તેવી ઘટના ધ્યાનમાં આવતા વિધિ શાહિદના પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. (Soldiers Martyred in Sikkim Tragedy)

સિક્કિમ દુર્ઘટનામાં શહીદ તાજેતરમાં સિક્કિમ ખાતે રોડ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિએ આશ્વાસન પત્ર તેમજ 5000ની ફુલની પાંખડી સમાન આર્થિક મદદ મોકલી આપી છે. આ દુર્ઘટનામાં શહીદ થયેલા કુલ 16 જવાનોના પરિવારો પૈકી વિધિએ હાલમાં જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેવા શહીદ થયેલા પાંચ જવાનોના પરિવારોને 5000ની રકમ મોકલી આપી છે. જ્યારે બાકીના તમામ શહીદ પરિવારોને પણ ટૂંક સમયમાં આર્થિક મદદ મોકલી આપવાનું તેણીનુ આયોજન છે. વધુમાં વિધિ જાદવ આ પરિવારોની મુલાકાત પણ આ વેકેશનમાં લેશે. (Help to families of soldiers)

આ પણ વાંચો સંતનો સધિયારો: સંતાપના માહોલમાં બાપુ શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદે

મધ્યમ વર્ગની દિકરી વિધિને જણાવ્યું કે, તેઓ શહીદ થયેલા સૈનિક પરિવારો પૈકી જે પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા પરિવારના સંતાનોના શિક્ષણનો ખર્ચ આપવાનું તેમજ શહીદની દિકરીઓના લગ્નમાં મદદ કરવાનું ઇચ્છે છું. આમ તો વિધિનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો તેનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો. (Sikkim Tragedy)

આ પણ વાંચો દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદની ધોરાજીમાં અંતિમયાત્રા, સ્વયંભૂ હજારો લોકોએ આપી આખરી સલામી

અત્યાર સુધી 153થી વધુ શહીદ પરિવારોની મુલાકાત વિધિ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહીદ થયેલા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાત લઈ ચૂકી છે. તેણીએ અત્યાર સુધી 153થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે. આમ તો, કોલેજીયનો વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર જઈ મનોરંજન કરતા હોય છે પણ વિધિ જાદવ દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમના દુ:ખને હળવું કરે છે. (Vidhi Jadav helps families of soldiers)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.