ખેડા નડિયાદની પ્રખ્યાત ક્રૃષ્ણા હિંગવાળાને ત્યાં NIA ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન (Search operation by NIA in Nadiad )હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ કરોડોની રકમના ટ્રાન્જેક્શનને લઈને NIAની ટીમ દ્વારા (NIA team in Nadiad )વહેલી સવારથી જ કિષ્ના હિંગવાળાના ઘર અને ફેક્ટરી પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વહેલી સવારથી નડિયાદના અમદાવાદી બજાર સ્થિત અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘર ઉપરાંત મરીડા રોડ પર આવેલી ફેક્ટરી ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
કરોડોની રકમના ટ્રાંજેક્શનની તપાસ કૃષ્ણા હિંગના અસ્મા અબ્દુલ્લા ખાન પઠાણ દિલ્હીથી વકફ બોર્ડના ગુજરાતના સભ્ય તરીકે (NIA search operation in Nadiad)કાર્યરત છે. જેના દ્વારા કરોડોની રકમના ટ્રાન્જેક્શનને લઈને સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય મામલે કેન્દ્રીય એજન્સી દ્વારા વિવિધ સ્થળોએ સમયે સમયે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. જો કે આ સર્ચ ઓપરેશન બાબતે વધુ કોઈ અધિકારીક વિગતો હાલ પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ ટેરર ફંડિંગ મામલે NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.