- સિવિલ હોસ્પિટલ ખાતે RT-PCR લેબ શરૂ થશે
- જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ, જરૂર પડે વધુ વ્યવસ્થા ઉભી કરાશે
- ઓક્સિજન અને ઈન્જેક્શનની પૂરતી વ્યવસ્થા
ખેડાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નડીયાદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણમાં પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ કોરોના ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે RT-PCR લેબની મંજૂરી માટેની જરૂરી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આગામી 10થી 12 દિવસમાં કોરોના ટેસ્ટ માટે RT-PCR લેબ શરૂ કરવામાં આવશે તેમ મુખ્ય દંડકે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન
હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી
વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ જણાવ્યું કે, જિલ્લામાં તંત્ર દ્વારા હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા સહિતની જરૂરી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ જરૂર પડે તો વધુ વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ સુવિધા ઉભી કરવાના પ્રયત્ન ચાલુ છે.
આ પણ વાંચોઃ ખેડામાં કોરોનાના વધુ 39 કેસ નોંધાયા
રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી
સિવિલ હોસ્પિટલ ખાતે રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઓક્સિજનની પણ પુરતી વ્યવસ્થા કરી હોવાનું મુખ્ય દંડકે જણાવ્યું હતું. મુ્ખ્ય દંડકે જનતાને સરકારની કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ કરી હતી.