ખેડા : ખેડા જિલ્લામાંથી પસાર થઈ રહેલી ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક લૂંટની ઘટના બનવા પામી હતી. રાત્રે સિગ્નલ લોસ થતા ટ્રેન રોકાતા ટ્રેનમાં પાંચ લોકો પાસેથી રૂ.3,20,000 ની લૂંટ કરી લૂંટારા ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આણંદ રેલ્વે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામ ઈન્દોર જતી ટ્રેનનું સિગ્નલ લોસ કરવામાં આવતા ટ્રેન રોકાઈ હતી.જેમાં અલગ અલગ કોચમાંથી રૂ.3,20,000 ની ચોરી થવા પામી છે...એસ.વી.સિમ્પી ( રેલ્વે સીપીઆઈ )
ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ : છેલ્લા કેટલાક સમયથી સિગ્નલ લોસ થવાની ઘટનાઓ બનવા પામી રહી છે. જેને લઈ સિગ્નલ લોસ થવા બાબતે પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ રહી છે. સિગ્નલ લોસ થતા ટ્રેન રોકાતા લૂંટ કરાઈ હતી. ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેન ડાકોર ગોધરા રૂટ પરથી પસાર થઈ રહી હતી. જે દરમ્યાન રાત્રે 1:40 કલાકે સિગ્નલ લોસ થતા અંગાડી નજીક ટ્રેન રોકાઈ હતી. ટ્રેન રોકાતા મુસાફરી કરી રહેલા પાંચ લોકો પાસેથી કુલ રૂ.3,20,000ની લૂંટ કરી નજીકના હાઇવેથી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતાં.અજાણ્યા લોકો દ્વારા લૂંટના ઈરાદે S5 સિગ્નલ લોસ કરાયુ હોવાનું સામે આવ્યું છે.
કેટલાક સમયથી સિગ્નલ લોસ થવાની ઘટનાઓ : છેલ્લા કેટલાક સમયથી સિગ્નલ લોસ થવાની ઘટનાઓ બની રહી છે.જે બાદ લૂંટ કરવામાં આવે છે. 20 દિવસ અગાઉ પણ ટ્રેનનું ઇમરજન્સી રોકાણ થયુ હતુ. તેમજ 17 ઓક્ટોબેરે સિગ્નલ લોસ થયુ હતુ.રૂ.35 હજારની લૂંટ થવા પામી હતી. જેને લઈ સિગ્નલ લોસ થવા મામલે પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ : સમગ્ર ઘટના મામલે આણંદ રેલ્વે પોલિસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ રેલવે પોલીસ CPI નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.