ખેડાઃ જિલ્લાના મહેમદાવાદના ગામોમાં જિલ્લા પંચાયત સભ્ય દ્વારા જરૂરિયાતમંદ પરિવારો તેમજ વિધવા મહિલાઓને રાશન કીટ અને રોકડ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં હાલ મહામારીના લોકડાઉનની પરિસ્થિતિમાં રોજે રોજ કમાઈને ગુજરાન ચલાવનારા ગરીબ જરૂરિયાતમંદોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના અને જિલ્લા પંચાયત સદસ્ય વનરાજસિંહ જાદવ દ્વારા કોરોના વાઇરસ જેવી મહામારી સામે જે લોકો મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે.

આવા પરિવારની ચિંતા કરીને કનીજ, નેનપુર, મહેમદાવાદ જેવા આજુ-બાજુના ગામમાં જઈને જરૂરિયાત વાળા લોકોને અનાજની કીટ અને વિધવા બહેનોને એક કીટ અને 500 રૂપિયા રોકડ સહાય આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત સભ્ય તરફથી આજુ-બાજુના ગામોમાં ફરીને ઘરે ઘરે જઈને 2200 જેટલી અનાજ કરિયાણાની કીટ અને વિધવા બહેનોને રોકડા 500 રૂપિયા આપવામાં આવ્યા હતાં.