ETV Bharat / state

ખેડાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ

સારા એવા અંતરાલ પછી આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદે મહેર કરી છે. જેમાં ખેડા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં લોકો હરખાઈ ઉઠ્યાં હતાં. અસહ્ય બફારાથી ત્ર્સ્ત લોકો અને ખેડૂતોને આ વરસાદથી રાહતની લાગણી અનુભવાઈ રહી છે.

ખેડાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ
ખેડાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ
author img

By

Published : Jul 3, 2020, 7:56 PM IST

ખેડા: ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે મેઘસવારી આવી પહોંચી હતી.જિલ્લાના મહુધા,કઠલાલ,કપડવંજ સહિતના વિવિધ તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો.વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ખેડા જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે ઉકળાટમાં દિવસોના લાંબા વિરામ બાદ વરસાદના આગમનને પગલે વતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેને લઈ લોકોએ ગરમીથી રાહતની લાગણી અનુભવી હતી. વરસાદને પગલે ડાંગરના ધરૂને જીવતદાન મળવાને લઈ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.