ETV Bharat / state

ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપ-પ્રમુખની શનિવારના રોજ નિમણૂક કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખેડા જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જે બાદ શનિવારે ચાર તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ખેડા તાલુકા પંચાયત
ખેડા તાલુકા પંચાયત
author img

By

Published : Mar 20, 2021, 8:19 PM IST

  • 4 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
  • 4 તાલુકા પંચાયતોમાં મહિલા પ્રમુખ
  • મહુધા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બન્ને મહિલા

ખેડા : જિલ્લાની મહુધા, માતર, વસો અને ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની શનિવારે વરણી કરવામાં આવી હતી. મહુધા તાલુકા પંચાયતમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં પ્રમુખ તરીકે સવિતાબેન રાયસિંગભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે શોભનાબેન મુકેશભાઈ સોઢાની વરણી કરાઈ હતી.

ખેડા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

આ પણ વાંચો - આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નડીયાદ ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન

મહુધા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બન્ને મહિલા

માતર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વર્ષાબેન ગૌરવભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પુંજાભાઈ મકવાણાની વસો તાલુકા પંચાયતમાં પ્રમુખ હેમલબેન પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ગોહેલ અને ગળતેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નમ્રતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે મનોજકુમાર પરમારની વરણી કરવામાં આવી હતી.

ખેડા તાલુકા પંચાયત
4 તાલુકા પંચાયતોમાં મહિલા પ્રમુખ

આ પણ વાંચો - કોરોના સંક્રમણને લઈ વડતાલ ધામનો રંગોત્સવ રદ્દ

ચાર તાલુકા પંચાયતોમાં મહિલા પ્રમુખ

ખેડા જિલ્લાની ચારેય તાલુકા પંચાયતોમાં સુકાન મહિલા પ્રમુખને સોંપવામાં આવ્યું છે. તો પ્રથમવાર જ ભાજપે જીતેલી મહુધા તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખ બન્ને પદ પર મહિલાની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ખેડા જિલ્લા પંચાયતમાં પણ હાલ સતત બીજી ટર્મમાં પ્રમુખ પદે મહિલા છે.

આ પણ વાંચો - ખેડામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપમાંથી 21 હોદ્દેદારો સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.