- મહાશિવરાત્રીની ઉજવણીની તૈયારીઓ શરૂ
- શિવયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
- અબાલ-વૃદ્ધ સૌ ભાવિકો તૈયારીમાં લાગ્યા
ખેડા: દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રી ઉત્સવની ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી માટે તડામાર તૈયારીઓને શિવભક્તો દ્વારા મોડી રાત સુધી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી ભવ્ય બનાવવા માટે અબાલ-વૃદ્ધ સૌ ભાવિકો તૈયારીમાં લાગ્યા છે. શિવજીની શોભાયાત્રા, મંદિરની સજાવટ તેમજ ફળાહાર માટે ભાવિકો તૈયારીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભિલોડાના ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો નહી યોજાય
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે
મહત્વનું છે કે ખેડા જિલ્લાના નડિયાદ, ડાકોર, કઠલાલ, કપડવંજ સહિતના શહેરો તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવા માટે શિવ મહાપૂજા, મહારૂદ્રાભિષેક, શોભાયાત્રા, ભજન-સંધ્યા સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓમાં હાલ શિવ ભક્તો વ્યસ્ત બન્યા છે.
આ પણ વાંચો: આજના દિવસે શિવની પૂજા કરવાથી મળે છે 100 મહાશિવરાત્રીનું ફળ