ETV Bharat / state

નડિયાદ ખાતે કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયુ - corporation

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી ગણતરીના દિવસોમાં જ યોજાવવાની છે. ત્યારે ખેડા જિલ્લામાં ચૂંટણીની ફરજમાં રહેલા કર્મચારીઓ માટે આજે મંગળવારે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું.

કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયુ

author img

By

Published : Feb 23, 2021, 3:29 PM IST

  • જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે મતદાન
  • 600 કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું
  • કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે યોજાયુ મતદાન

ખેડા : જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. નડિયાદ ખાતે આવેલા ઈપ્કોવાલા હોલમાં ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ના રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટપાલ મતપેટી
ટપાલ મતપેટી

600 કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન
ચૂંટણી ફરજમાં રોકાયેલા નડિયાદ નગરપાલિકાના કર્મચારીઓ પોલીસ જવાનો, SRPના જવાનો તેમજ હોમગાર્ડ સહિતના 600 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્બારા અધિક કલેકટર રમેશ મેરજાની દેખરેખ હેઠળ સમગ્ર આયોજન કરાયું હતું.

ટપાલ કુટિર
ટપાલ કુટિર
કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મતદાન મતદાન માટે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. તે માટે સેનેટાઈઝેશન, ટેમ્પરેચર ચેક તેમજ સોશિયલ ડિસ્ટ્નસનું પાલન થઈ શકે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.