- લગ્ન પ્રસંગે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કરી કાર્યવાહી
- બે DJ, બગી સહિત 26 લાખનો મુદ્દામાલ જપ્ત
- ખેડા ટાઉન પોલીસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
ખેડાઃ શહેર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખેડા તાલુકાના બાબરા ગામે લગ્ન પ્રસંગે DJ વાગતું હોવાથી તપાસ કરવામાં આવી હતી. જેમાં મંજૂરી વિના લગ્ન પ્રસંગમાં મોટી ભીડ એકત્ર કરાતા તેમજ વરઘોડો યોજતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પાંથાવાડામાં લગ્ન પ્રસંગે 50થી વધુ લોકો એકત્રિત થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
બે DJ, બગી સહિત 26 લાખનો મુદ્દામાલ જપ્ત
વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું તેમજ ઘણા લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. બે વરરાજા સહિત વરરાજાના પિતા, કન્યાના પિતા, ગોર મહારાજ, DJ વાળા, બગીવાળા સહિત 10 વ્યક્તિઓ વિરુદ્ધ ખેડા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા બે DJ, આઇસર, બગી સહિત કાર સાથેનો કુલ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : બાલદા ગામે લગ્ન પ્રસંગે થયો જાહેરનામાંનો ભંગ, 50થી વધુ લોકો એકઠા થયા
લગ્નપ્રસંગમાં 50થી વધુ લોકો એકત્ર નહી કરવા જાહેરનામું
હાલ ચાલી રહેલા કોરોના સંક્રમણને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકો એકત્ર નહીં કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની અમલવારી કરવા માટે હાલ પોલીસ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.