ETV Bharat / state

ખેડામાં ભર ઉનાળે પીવાના પાણી માટે લોકો વેઠી રહ્યા છે મુશ્કેલી

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કેરીપુરાના ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા ગ્રામજનોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વહેલી તકે સમસ્યાઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યાં છે.

પીવાના પાણી માટે ગ્રામજનોને ભારે હાલાકી
પીવાના પાણી માટે ગ્રામજનોને ભારે હાલાકી
author img

By

Published : May 1, 2021, 9:51 AM IST

  • પીવાના પાણી માટે ગ્રામજનોને ભારે હાલાકી
  • શોભાના ગાંઠિયા સમાન પાણીની ટાંકી
  • સમસ્યા પરત્વે તંત્રના આંખ આડા કાન

ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગ્રામ પંચાયત અંતર્ગત કેરીપુરા ગામ આવેલું છે. 800 ઉપરાંતની વસ્તી ધરાવતા આ ગામમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓ માત્ર કહેવા પૂરતી જ છે. અહીં પીવાના પાણી માટે ગ્રામજનોને ઠેર-ઠેર ભટકવું પડે છે.

આ પણ વાંચો: પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો

શોભાના ગાંઠિયા સમાન પાણીની ટાંકી

અહીં પીવાના પાણી માટે પાણીની ટાંકી બનાવાઈ છે, પરંતુ અણઘડ વહીવટને પગલે પાણીમાં ગંદકી ભળતા ગંદકી યુક્ત પાણી મળે છે. જે ગંદકી યુક્ત પાણી પણ અઠવાડિયામાં ફક્ત બે ત્રણ દિવસ જ મળે છે.જે પાણી પણ પીવાલાયક નથી.

સમસ્યા પરત્વે તંત્રના આંખ આડા કાન

ઘણી વખત ગ્રામજનોને પાણી વિના પાછા ફરવું પડે છે

પીવાના શુદ્ધ પાણી માટે ગ્રામજનોને ખાનગી બોર પર આધાર રાખવો પડે છે. જ્યાં પણ લાઈટ બિલને લઇ ક્યારેક બોર માલિક બોર ચાલુ ન કરે કે ક્યારેક બહારગામ ગયા હોય ત્યારે પાણી વિના જ આ રીતે ગ્રામજનોને ખાલી હાથે પાછા ફરવું પડે છે. જે બાદ પાણી માટે ઠેર-ઠેર ભટકવાનો વારો આવે છે.

આ પણ વાંચો: જામનગરમાં પીવાના પાણી માટે તરસતું જોડિયાનું ખીરી ગામ

સમસ્યા પરત્વે તંત્રના આંખ આડા કાન

પાણીની સમસ્યાને લઇને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ રજૂઆતો પરત્વે તંત્ર દ્વારા ઘણા સમયથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ અંગે તાલુકા તંત્ર અને ગામના તલાટી દ્વારા ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ આવી જશે તેમ જણાવાઈ રહ્યું છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યાં છે.

સરકાર દ્વારા કરોડોના ખર્ચે ગામોમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના દાવાઓ કરવામાં આવતા હોય છે. અહીં સરકારી દાવાઓની પોકળતા છતી થતી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.