- દર્દીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાવાયા નહીં
- એક દર્દીનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ વગર થયું મોત
- ગંભીર બેદરકારી અંગે આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ
ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ P.H.C સેન્ટર દ્વારા કોરોનાની અસર દેખાતા દર્દીઓનો RT-PCR રિપોર્ટ માટે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા પણ પરીક્ષણ માટે આગળ મોકલાવ્યા નથી. જેને લઈ કોરોનાની અસર દેખાતા દર્દીઓમાં અસમંજસની પરિસ્થિતિ સર્જાઇ છે.
વધુ વાંચો: સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા વધુ 230 બેડની વ્યવસ્થા કરાઈ
એક દર્દીનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ વગર મોત
ગયા મહિનાની 24 અને 25 તારીખે કોરોનાની તપાસ માટે સેમ્પલ પણ લેવામાં આવ્યા પણ તેને વધુ તપાસ માટે આગળ મોકલવામાં જ ન આવ્યા. એક કિસ્સો એવું પણ સેમ્પલ જોવા મળ્યું કે જેના દર્દીનું રિપોર્ટ વગર મોત પણ થઈ ગયું. આથી લોકોમાં દર્દીનું મોત કોરોનાને કારણે થયું કે કોઈ અન્ય કારણથી તે પ્રશ્ન ઉભો થયો છે. જો કોરોનાને કારણે થયું હોય તો અન્ય લોકોને પણ કોરોના છે કે નહીં તે પ્રશ્ન ઉઠ્યો છે. આ અંગે મેડીકલ ઓફિસરે લેબ ટેક્નિશિયનની બેદરકારી ગણાવી જવાબદારીમાંથી છટકવાની વાત કરી હતી.
વધુ વાંચો: વધતા કોરોના સંક્રમણના કારણે સાંકરીનું સ્વામિનારાયણ મંદીર દર્શન માટે કરાયું બંધ