ETV Bharat / state

ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું - આરોગ્ય અધિકારીની ટીમ

ખેડામાં નડીયાદ તાલુકાના વડતાલમાં ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટીસ કરતો અને લોકોને દવા આપતો બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ ડોક્ટર દર્દીઓને દવાઓ આપીને મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો હોવાની ફરિયાદ જિલ્લા આરોગ્ય શાખાને મળી હતી, જેને લઈ આરોગ્ય શાખાના અધિકારીની ટીમ વડતાલ પહોંચી હતી. ટીમે દરોડા દરમિયાન બિનઅધિકૃત તબીબી પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર મદન શાહને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું

author img

By

Published : Feb 6, 2021, 9:55 AM IST

  • ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો
  • આરોગ્ય અધિકારીઓએ બોગસ ડોક્ટર મદન શાહને ઝડપી પાડ્યો
  • છેલ્લા 8 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે આ બોગસ ડોક્ટર કરતો હતો ચેડા

ખેડાઃ ખેડામાં નડીયાદ તાલુકાના વડતાલમાં ડિગ્રી વગરનો ડોક્ટર ગ્રામજનોના ભોળપણનો લાભ ઊઠાવી રહ્યો હતો. આ બોગસ ડોક્ટર ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો હતો અને લોકોને દવા પણ આપી રહ્યો હતો. આ અંગેની જાણ આરોગ્ય શાખાને થતા આરોગ્ય અધિકારીની ટીમ વડતાલ પહોંચી હતી અને મદન શાહ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. ટીમે તપાસ કરતા તેની પાસેથી એક્સપાયરી ડેટની દવાઓ, ગર્ભનિરોધક તેમ જ ગર્ભપાત કરાવવાની દવા, આયુર્વેદિક જડીબુટ્ટી અને બિનઅધિકૃત મેડીકલ સાધનો મળી આવ્યા હતા.

છેલ્લા 8 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે આ બોગસ ડોક્ટર કરતો હતો ચેડા

12 પાસ મુન્નાભાઈ એમબીબીએસ

આરોગ્ય વિભાગની તપાસમાં બોગસ ડોક્ટર મદન શાહ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી ધરાવતો ન હોવાનું જણાયું હતું. તેમજ તે માત્રને માત્ર 12 ધોરણ જ પાસ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે આ દવાખાનું છેલ્લા 8 વર્ષથી ચલાવી રહ્યો હતો. જોકે, સવાલ એ થાય છે કે આઠ વર્ષ સુધી આરોગ્ય વિભાગની ટીમ ક્યાં હતી. ક્યાં હતા આ અધિકારીઓ. અત્યાર સુધી કેટલાયના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ ચૂક્યા હશે. તે તમામનુું જવાબદાર કોણ? આ તમામ પ્રશ્નોનો જવાબ કોણ આપશે તે અંગે અસમંજસ છે. હાલમાં તો આરોગ્ય વિભાગની ટીમે મેડીકલ પ્રેકિટસ એક્ટ મુજબ બોગસ ડોક્ટરની સામે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.