વડતાલ:સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં બિરાજેલા શ્રી રણછોડરાય ભગવાનનો 190 મો પાટોત્સવ વિધિવત રીતે ઉજવાયો હતો.
લોકડાઉનને કારણે મંદિર બંધ છે. જેને લઈ હરિભક્તોએ ભગવાનના અભિષેક અને અન્નકૂટના ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજથી 190 વર્ષ પૂર્વે ભગવાન શ્રી રણછોડરાયજીની મૂર્તિને પધરાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
સદગુરૂ સચ્ચિદાનંદ સ્વામીની ટેક અને ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શ્રી રણછોડરાયજી ગોમતીજી સાથે વડતાલ પધાર્યા હતા.આ અવસરને આજે 190 વર્ષ પૂર્ણ થયા છે.જેને લઈ મંદિરમાં શ્રી રણછોડરાયજીનો 190 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.મંદિરમાં પરંપરા મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે ભગવાન રણછોડરાયજીનો અભિષેક કરવામાં આવ્યો હતો.ત્યારબાદ બપોરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મહાઆરતી યોજાઈ હતી.
લોકડાઉનને લઈને આ પાટોત્સવ મંદિરના બંધ દ્વારે કરવામાં આવ્યો હતો.જેના ઘરે બેઠા ઓનલાઈન દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.