ETV Bharat / state

સરવણીમાં જીવંત વીજ વાયર તૂટી પડતા મહિલાનું મોત - Woman death

ખેડા: જિલ્લાના મહેમદાવાદના સરવણીમાં મહિલા પર વીજ વાયર તૂટી પડતા મહિલાનું મોત નીપજ્યું હતું. તેમજ બાળકીને ઇજા પણ પહોંચી હતી. આ ઘટના અંગે મહેમદાબાદ પોલીસે અકસ્માત તેમજ મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.

સરવણીમાં જીવંત વીજ વાયર તૂટી પડતા મહિલાનું નીપજ્યું મોત
author img

By

Published : Jul 19, 2019, 1:59 PM IST

સરસવણી ગામમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા સાબાબેન ભરતભાઈ રાઠોડ અને તેમની 11 વર્ષની પુત્રી તુલસી રાત્રે તેમના ઘરની બહાર ખાટલામાં સુઈ રહ્યા હતા. જે દરમિયાન વહેલી સવારે તેમના ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઈનનો જીવંત વાયર તૂટીને નીચે પડ્યો હતો.

જેને લઇ નીચે સુઈ રહેલા સાબાબેન ભરતભાઈ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે તેમની 11 વર્ષની દીકરી તુલસીને ગંભીર રીતે દાઝી જવાથી નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સાબાબેનના મૃતદેહને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

સરવણીમાં જીવંત વીજ વાયર તૂટી પડતા મહિલાનું મોત

વીજ વિભાગની બેદરકારી મહિલાને ભરખી જતા મહિલાના પરિવારજનો તેમજ ગ્રામજનોમાં વીજ વિભાગની કામગીરીને લઇ ભારે રોષની લાગણી ફેલાવા પામી હતી. આ ઘટના સંદર્ભે મહેમદાવાદ પોલીસ દ્વારા અકસ્માત તેમજ મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

Intro:ખેડા જીલ્લાના મહેમદાવાદના સરસવણીમાં જીવંત વીજ વાયર તૂટી પડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.જયારે એક બાળકીને ઇજા પહોંચી હતી.ઘટના અંગે મહેમદાવાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.વીજ વિભાગની બેદરકારી મહિલાને ભરખી જતા પરિવાર તેમજ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો હતો.Body:સરસવણી ગામમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા સાબાબેન ભરતભાઈ રાઠોડ અને તેમની 11 વર્ષની પુત્રી તુલસી રાત્રે તેમના ઘરની બહાર ખાટલામાં સુઈ રહ્યા હતા.જે દરમ્યાન વહેલી સવારે તેમના ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઈનનો જીવંત વાયર તૂટીને નીચે પડ્યો હતો.જેને લઇ નીચે સુઈ રહેલા સાબાબેન ભરતભાઈ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે તેમની ૧૧ વર્ષની દીકરી તુલસીને ગંભીર રીતે દાઝી જવાથી નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને શાબાબેનના મૃતદેહને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.વીજ વિભાગની બેદરકારી મહિલાને ભરખી જતા મહિલાના પરિવારજનો તેમજ ગ્રામજનોમાં વીજ વિભાગની કામગીરીને લઇ ભારે રોષની લાગણી ફેલાવા પામી હતી.ઘટના સંદર્ભે મહેમદાવાદ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.