ખેડા: જિલ્લાના માતર તાલુકાના ઇન્દ્રવણ ગામે ગામમાં વરઘોડો કાઢવા બાબતે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ખેતરમાં પાણી વાળવા ગયેલા વ્યક્તિ પર હુમલો કરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય છ જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઇ હતી. જેને તાત્કાલિક સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે મૃતદેહને પીએમ માટે લીંબાસી પીએચસીમાં મોકલવામાં આવ્યો હતો. ઘટનાને પગલે LCB, SOG તેમજ ખેડા અને માતર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
Intro:ખેડા જિલ્લાના માતર તાલુકાના ઇન્દ્રવણ ગામે અંગત અદાવતમાં હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું હતું.જયારે અન્ય છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ખેડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. Body:માતર તાલુકાના ઇન્દ્રવણ ગામે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ખેતરમાં પાણી વાળવા ગયેલા વ્યક્તિ પર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.જયારે ઘટનામાં અન્ય છ જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઇ હતી.જેને તાત્કાલિક સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે મૃતદેહને પીએમ માટે લીંબાસી પીએચસીમાં મોકલવામાં આવ્યો હતો.ઘટનાને પગલે એલસીબી,એસઓજી તેમજ ખેડા અને માતર પોલીસ સહિતનો જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ગામમાં વરઘોડો કાઢવા બાબતે અંગત અદાવતને લઈને ચાર વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસે સમગ્ર ઘટના મામલે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.Conclusion: