ખેડાઃ નડિયાદ શહેરના મોગલકોટ વિસ્તારમાં આવેલી નગરપાલિકા સંચાલિત શાળા નંબર 2માં ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિધાર્થીની સાથે શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવી હતી.
શાળામાં રિષેસ દરમિયાન વિદ્યાર્થીની એકલી હતી, ત્યારે કેવલ. એસ. વાઘેલા નામના અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષકે વિધાર્થીની સાથે છેડતી કરી હતી. આ ઘટનાની જાણ વિધાર્થીનીએ પોતાના વાલીને કરી હતી. જે બાદ વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો કર્યો હતો.
આ ઘટનાને પગલે નગરપાલિકાના સ્કૂલ બોર્ડ ચેરમેન અને શાસન અધિકારીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. પીડિત વિદ્યાર્થીનીની રજૂઆત સાંભળી છેડતી કરનાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો સ્કૂલ બોર્ડના ચેરમેનને આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વાલીઓની રજૂઆત બાદ છેડતી કરનાર શિક્ષક શાળામાંથી ફરાર થઇ ગયો હતો.