- NRI દંપતિ દ્વારા બાળકને દત્તક લેવાયો
- અનાથ આશ્રમમાં ખુશીનો માહોલ
- અમેરિકામાં થશે બાળકનો ઉછેર
ખેડા: અમેરિકામાં રહેતા મૂળ વડોદરા જિલ્લાના સોખડાના નિલેષભાઈ પટેલ અને તેમની પત્ની જીનલબેન દ્વારા નડીયાદના માતૃછાયા અનાથ આશ્રમમાંથી બે વર્ષના બાળકને દત્તક લેવામાં આવ્યો છે.
માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા અત્યાર સુધી 300 જેટલા બાળકોને દત્તક અપાયા
અનાથ આશ્રમમાં ઉછરતા બાળકને અમેરિકા ખાતે રહેતા દંપતિ દ્વારા દ્વારા દત્તક લેવાતા બાળકને પ્રેમાળ માતાપિતાનો પ્રેમ મળશે અને સાથે જ તેનો ઉછેર પણ અમેરિકામાં થશે. જેને લઈ અનાથ આશ્રમમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. દંપતિને પણ સંતાનનો પ્રેમ મળતા ચહેરા પર ખુશી છવાઈ હતી. સૌએ હર્ષાસુ સાથે બાળકને વિદાય આપી હતી. માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા અત્યાર સુધીમાં 300 જેટલા બાળકોને દત્તક અપાયા છે. જે બાળકો માતાપિતાનો પ્રેમ મેળવી રહ્યા છે.
દંપત્તિનું સન્માન કરાયું
માતૃછાયા અનાથ આશ્રમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં NRI દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સત્તા મંડળ, નડિયાદના સેક્રેટરી આર. એલ. ત્રિવેદી, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાકેશ રાવના હસ્તે જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બાળક દંપતિને દત્તક અપાયો હતો. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ સ્ટાફ, બાળ કલ્યાણ સમિતિના સભ્ય રાજેન્દ્રપ્રસાદ, બિનિતા બેન,આશ્રમના ડિરેક્ટર સી. મીના મેકવાન,અધિક્ષક સંદીપ પરમાર, સોશ્યલ વર્કર સી. શીતલ પરમાર સહિત મહાનુભવો હાજર રહ્યા હતા.