ખેડા: રાજ્યમાં કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકોના રોજગાર ધંધા ઠપ્પ થયા છે. પ્રજાજનોને આજીવિકાથી વંચિત રહેવું પડ્યું છે, ત્યારે કોંગ્રેસપક્ષ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા લોકોને વિવિધ સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સહાયમાં માર્ચથી જૂન 2020 સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ,પાણી અને મિલકત વેરા માફ કરવામાં આવે, નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં, ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં અંગેની આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી.