નડિયાદઃ કોરોના વાઈરસના લોકડાઉન દરમિયાન કેટલીક દુકાનો અને યાર્ડ ખોલવા પર છૂટ આપવામાં આવી છે. પરંતુ નડિયાદ યાર્ડમાં સાફસફાઈ અને સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરાતાં 4 દિવસ સુધી સરદાર પટેલ સબ યાર્ડ બંધ રાખવામાં આવશે.
કોરોના વાઈરસને લઈને સાવચેતીના ભાગરુપે શહેરોમાં સેનિટાઈઝિંગ અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, નડિયાદ સંચાલિત સરદાર પટેલ સબ યાર્ડ પીપલગમાં 30 એપ્રિલથી 3 મે સુધી સાફસફાઈ તથા સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવશે, આ દરમિયાન યાર્ડ બંધ રાખવામાં આવશે.
કોરોના વાઈરસના લોકડાઉન દરમિયાન કેટલીક દુકાનો અને યાર્ડ ખોલવા પર છુટ આપવામાં આવી છે.પરંતુ નડિયાદ યાર્ડમાં સાફ સફાઈ અને સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરાતાં 4 દિવસ સુધી સરદાર પટેલ સબ યાર્ડ પીપલગ બંધ રાખવામાં આવશે.
જેથી આસપાસથી પોતાનું ખેતીનું ઉત્પાદન (શાકભાજી) લઇને આવતા તમામ ખેડૂતો તા.૨૮/૪/૨૦૨૦ ના રોજ પોતાના ખેતરનું ઉત્પાદન (શાકભાજી) માર્કેટમાં લાવી દેવાનું સર્વે ખેડૂત ભાઇઓ તથા માર્કેટમાં વેપાર કરતા વેપારીભાઇઓને જણાવવામાં આવ્યું છે.