નડિયાદ : પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોના પ્રરપ્રાંતિયો ગુજરાતના વિવિધ શહેરોમાં રહી પોતાના વતન-રાજ્ય જવાની વ્યવસ્થા માટે ભારત સરકારના દિશા નિર્દેશ મુજબ રાજ્ય સરકારના તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી 18 ટ્રેનની વ્યવસ્થાઓ ભારત સરકારે રાજ્ય સરકાર સાથેના સંકલનમાં કરી આપી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-03-train-photo-story-7203754_04052020202700_0405f_1588604220_520.jpeg)
રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાના ભાગરૂપે સોમવારે સાંજે નડીયાદથી યુપીની વિશેષ ટ્રેન દ્વારા 1034 શ્રમિકોને મથુરા, ગોરખપુર સહિતના સ્થળોએ રવાના કરવામાં આવ્યા છે. નડીયાદ રેલ્વે સ્ટેશને કલેક્ટર તેમજ SPની ઉપસ્થિતિમાં તમામ શ્રમિકોને પોતાના વતન મોકલાયા હતા.