નડિયાદઃ ખેડા જિલ્લામાં આજે કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસો નોંધાવા છે. બે દિવસ એક પણ કેસ નહીં નોંધાતા રાહત હતી. પરંતુ મંગળવારે જિલ્લાના મહુધા, મહેમદાવાદ તેમજ નડિયાદના ત્રણ કેસ પોઝિટિવ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ આંકડો 33 પર પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં એક પછી એક કોરોનાના કેસ સામે આવતા લોકો ચિંતિત બન્યા છે. ગત બે દિવસ દરમિયાન એક પણ કેસ સામે આવ્યો નહતો. જેને લઇ શહેરીજનોમાં થોડી રાહત હતી. પરંતુ મંગળવારે જિલ્લામાં ત્રણ તાલુકામાં પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં મહુધાના રબારીવાસમાં એક યુવતીને તેમજ મહેમદાવાદમાં એક મહિલા અને નડિયાદ તાલુકાના કણજરીમાં એક યુવાનને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે જ હાલ તમામને સારવાર માટે નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.