ETV Bharat / state

ખેડામાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ આંક 27 પર પહોંચ્યો - કોરોના વાઈરસ ખેડા ન્યૂઝ

ખેડા જિલ્લામાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જો આજના એટલે કે શુક્રવારની વાત કરવામાં આવે તો કુલ 6 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે જ જિલ્લામાં કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 27એ પહોંચી છે.

Etv bharat
coronavirus
author img

By

Published : May 8, 2020, 8:59 PM IST

નડિયાદઃ ખેડા જીલ્લામાં કોરોના પોઝિટિવના વધુ બે કેસ સામે આવ્યા છે. જેમાં ખેડા શહેરમાં એક અને માતર તાલુકાના ત્રાજ ગામે એક એમ બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા સેનેટાઈઝિંગની કામગીરી કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. ખેડા શહેરના લાલ દરવાજા કાછીયા શેરી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવક કેડીલા કંપનીમાં નોકરી કરતો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે માતર તાલુકાના ત્રાજ ગામે 45 વર્ષીય પુરુષનો પણ પોઝીટીવ રિપોર્ટ આવતા બંને સારવાર માટે નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં દાખલ છે.

આ સાથે જ તંત્ર દ્વારા વિસ્તારોને સેનેટાઈઝ અને કન્ટેઈનમેન્ટ કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં આજના દિવસમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મહુધા-01, મહેમદાવાદ-02 ,નડીઆદ-01,ખેડા -01 અને માતર - 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 પર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.