ખેડા: જીલ્લામાં કોરોના પોઝિટિવના કેસમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાંથી કેસ સામે આવી રહ્યા છે. 7 જુલાઈના રોજ નડિયાદ શહેર અને તાલુકામાં 9, ખેડામાં 2, માતર, મહુધા અને મહેમદાવાદમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ 14 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર મેળવી રહેલા નડીયાદના 3 અને મહેમદાવાદના 1 મળી કુલ 4 દર્દીઓના મોત નિપજ્યા હતા.
નડીયાદ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો નોંઘાઈ રહ્યો છે. જીલ્લામાં વિવિધ વિસ્તારમાં કેસ નોધાતા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં સતત વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ સહિત લોકો ચિંતિત બન્યા છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 262 પર પહોંચી છે. જીલ્લામાં વધી રહેલા કોરાનાના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.