- મહુધાના ચુણેલ ગામમાં કપિરાજનો આતંક
- એક જ દિવસમાં 13 લોકો પર કર્યો હુમલો
- ગ્રામજનોમાં કપિરાજના કારણે ભયનો માહોલ
ખેડા: જિલ્લાના મહુધા તાલુકામાં ચુણેલ ગામ આવેલું છે. જ્યાં માત્ર 24 કલાકના સમયમાં એક કપિરાજે આતંક (Monkey attack) મચાવ્યો છે. વાનરે રસ્તા પરથી જતી મહિલાઓ, બાળકો સહિત કુલ 13 લોકો પર હુમલો કરતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ (Forest Department) દ્વારા પાંજરૂ મૂકીને વાનરને પકડવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લામાં દીપડાએ ખેત મજૂરના 2 બાળકો પર કર્યો હુમલો, 1નું મોત, 1 સારવાર હેઠળ
ગભરાહટને કારણે લોકો બહાર નીકળવાનું ટાળે છે
કપિરાજ (Monkey) ના આ પ્રકારના આતંકથી ચુલેણ ગામના લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ભયના કારણે લોકોનું રોજિંદું જીવન અટવાઈ ગયું છે. લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. વાનરના ભયના લીધે ગ્રામજનો જરૂરી કામ માટે લાકડી લઈને બહાર નીકળવા મજબૂર બની રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટની આસપાસના ગામોમાં દીપડા દેખાયો હોવાની ઘટના સામે આવી