- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
- ચોરીમાં એક બાળક અને બે મહિલા સામેલ
- શહેર પોલિસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
ખેડા: નડિયાદ શહેરમાં મોબાઇલની દુકાનમાંથી લાખોના મોબાઇલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. દુકાનનું શટર ઉંચુ કરી એક બાળક અને બે મહિલા સહિતના તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થયા હતા. ઘટનાને લઇ નડિયાદ ટાઉન પોલીસ તેમજ ખેડા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. લાખોના મોબાઈલની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.
નડિયાદ શહેરમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બનવ
નડિયાદ શહેરમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ બનવા બનતા હોઇ છે, ત્યારે નડિયાદ શહેરની પોલીસ લાઈનની સામે આવેલા કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઈલની દુકાનમાંથી તસ્કરોએ લાખો રૂપિયાના મોબાઇલ ફોનનો હાથફેરો કર્યો હતો.
લાખોના મોબાઈલની ચોરી કરી તસ્કરો ફરાર
નડિયાદ શહેરના ટાઉન પોલિસ લાઈન સામે આવેલા પ્લેટિનમ પ્લાઝામાં આવેલી મેટ્રો મોબાઈલ નામની દુકાન પર તસ્કરો ત્રાટક્યા હતા. અંદાજે 6 જેટલા તસ્કરો દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ્યા હતા.જે બાદ લાખોના મોબાઈલ ચોરી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: Gandhinagar: અંબોડના મહાકાળી મંદિરમાં આભૂષણોની થઈ ચોરી, સીસીટીવી આવ્યા સામે
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવાનો સમગ્ર ઘટનાક્રમ દુકાનના સીસીટીવીમાં કેદ થયો હતો. જેને લઇ પોલીસ દ્વારા તસ્કરોનું પગેરૂ પકડવાની તજવીજ હાથ ધરીવામાં આવી છે.
ચોરીમાં એક બાળક અને બે મહિલા સામેલ
સીસીટીવી ફૂટેજના આધારે ચોરીની ઘટનાની વિગતો મળી છે. જેમાં ચોરી કરવા આવેલા 6 જેટલા તસ્કરોમાં એક બાળક તેમજ બે મહિલાઓ પણ સામેલ છે.જે સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે.
શહેર પોલિસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
ઘટનાને પગલે નડિયાદ ટાઉન પોલીસ તેમજ ખેડા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલિસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, શહેરમાં અવાર-નવાર મોટી ચોરીની ઘટનાઓ બનતી હોઇ છે. એક પછી એક ચોરીને અંજામ આપી પોલિસને પડકાર ફેંકતા તસ્કરો બેફામ બની રહ્યા છે.