ખેડા:કોરોના મહામારીને પગલે લોકડાઉનના કપરા સમયમાં નડિયાદ તાલુકાના વલેટવા ગામના મનકામેશ્વર મંદિર દ્વારા જરૂરિયાતમંદને ગામેગામ ફરી ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમિયાન મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન બનાવી શ્રમિક અને ગરીબ જરૂરિયાતમંદોને ગામેગામ ઘેરઘેર જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ સેવાકીય પ્રવૃત્તિને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. ઘેરઘેર ભોજન ઉપલબ્ધ કરાવી મનકામેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા સામાજિક જવાબદારી નિભાવી જનસેવા એ જ પ્રભુસેવાની ભાવનાને સાર્થક કરવામાં આવી રહી છે.