ખેડાઃ દુંદાળા દેવ ગણપતિની પૂજા અર્ચના કરવાના ગણેશ મહોત્સવનો શનિવારના રોજ પ્રારંભ થયો છે. જોકે કોરોના મહામારીને કારણે આ વર્ષે ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઇ પાંડાલમાં નહીં, પરંતુ ઘરે-ઘરે ભાવિકો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જિલ્લામાં ગણેશજીની કલાત્મક મૂર્તિઓની ઘરે-ઘરે શ્રદ્ધા સાથે સ્થાપના કરવામાં આવી છે. શનિવારથી દસ દિવસ સુધી પરિવાર સાથે મળી ગણપતિનું શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવશે. ગણેશ મહોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.
મહત્વનું છે કે કોરોનાના કારણે ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી ન થઈ શકતા ભાવિકોમાં નિરાશા વ્યાપી છે. જોકે ભક્તિમાં ઘટાડો થયો નથી. ભાવિકો દ્વારા ઘરે-ઘરે ભાવથી બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે.