ખેડા: ખેડા LCBને વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી અંગે બાતમી મળી હતી.જેને આધારે નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આરજે પાર્સિંગની ટ્રક આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી.જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂ.16,33,200 કિંમતની 3984 નંગ બોટલોનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ મામલે પોલીસ દ્વારા વાહનચાલક સહિત કુલ 2 પરપ્રાંતિય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા દારૂના જથ્થા સહિત ટ્રક,મોબાઇલ તથા રોકડા મળી કુલ રૂ.31,44,750 નો મુદ્દામાલ ઝડપી બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.