ETV Bharat / state

ખેડાના મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાંગારૂ મધર કેર યુનિટનો પ્રારંભ કરાયો - kheda news

ખેડાઃ જિલ્‍લામાં વિશ્વ સ્‍તનપાન સપ્તાહની ઉજવણી નિમિત્તે મહુધા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં કાંગારૂ મધર કેર યુનિટનો પ્રારંભ કરાયો હતો. ખેડા જિલ્લામાં 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા 15 સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કાંગારું મધર કેર યુનિટ કોર્નર શરૂ કરાયા હતા.

મધર કેર યુનિટ
author img

By

Published : Aug 6, 2019, 5:28 AM IST

રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની સાથોસાથ તા 1 થી 7 ઓગષ્ટ દરમ્‍યાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમના ચેરમેન ભવાનભાઇ ભરવાડના હસ્‍તે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર મહુધા ખાતે કાંગારૂ મધરકેર યુનિટને ખુલ્‍લું મુકવામાં આવ્‍યું હતું. જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કલેકટર સુધીર પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન. મોદીના હસ્‍તે પ્રસૃતા માતાઓને કાંગારૂ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ખેડા જિલ્લામાં 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા 15 સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાંગારું મધર કેર યુનિટ કોર્નર શરૂ કરવામાં આવ્‍યા છે. ઓછા વજન વાળા બાળકોની માતાને કાંગારું કેર વિષે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સલાહ આપવામાં આવી હતી.

મધર કેર યુનિટ
kheda news today

‘કાંગારું મધર કેર’(KMC) પધ્ધતીથી માતા અને બાળકને તંદુરસ્ત રાખવા માટેની કાળજી લેવામાં આવે છે. બાળકની માંદગી અટકાવી શકાય છે. જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોને વિશિષ્ટ રીતે સંભાળ આપવાની પદ્ધતિને ‘કાંગારું મધર કેર’ (KMC) કહે છે. આનાથી તેઓનું આરોગ્ય સુધરે છે. અસરકારક રીતે ઉષ્ણતામાન નિયમન થઈ શકે છે, સ્તનપાન, ચેપની અટકાયત અને માતા અને બાળકોનો મમતા સેતુ પણ બંધાઈ રહે છે. કાંગારું કેર બાળકને દર બે કલાકે ઓછામાં ઓછુ અડધા કલાકે આપવાનું હોય છે.

કાંગારું સંભાળમાં બાળકોને સતત માતા સાથે ચામડીથી ચામડીનાં સ્પર્શ દ્વારા રાખવામાં આવે છે, ફક્ત સ્તનપાન કરાવવામાં આવે છે. કાંગારું સંભાળ દવાખાનામાં શરુ કરવામાં આવે છે અને ઘરે પણ ચાલુ રાખવામાં આવે છે. સતત અને લાંબા સમય સુધી બાળકોને માતા સાથે ચામડીથી ચામડીના સ્પર્શથી રાખવુએ કાંગારુ સંભાળનું પહેલું અગત્યનું પાસું છે. બાળકને માતાના બંને સ્તન વચ્ચે રાખવું જોઈએ.

આરોગ્ય કર્મચારી તરફથી દવાખાનામાં માતા કાંગારૂ સંભાળ સારી રીતે આપી શકે તે માટે સંપરામર્શ, મદદ અને નિરીક્ષણ થાય તે જરૂરી છે તેમજ કાંગારું કેર માતા-પિતા તેમજ ઘરના અન્ય સભ્યો દ્વારા આપી શકાય છે. આ પ્રસંગે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. જાગાણી, મેડીકલ ઓફિસર તથા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Intro:ખેડા જિલ્‍લામાં વિશ્વ સ્‍તનપાન સપ્‍તાહની ઉજવણી નિમિત્તે મહુધા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં કાંગારૂ મધર કેર યુનિટનો પ્રારંભ કરાયો.ખેડા જિલ્લામાં ૫૪ પ્રા.આ.કેન્દ્ર તથા ૧૫ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કાંગારું મધર કેર કોર્નર શરૂ કરાયા.Body:રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની સાથોસાથ તા ૧ થી ૭ ઓગષ્ટ દરમ્‍યાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમના ચેરમેન ભવાનભાઇ ભરવાડના હસ્‍તે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર મહુધા ખાતે કાંગારૂ મધરકેર યુનિટને ખુલ્‍લું મુકવામાં આવ્‍યું હતું. જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કલેકટર સુધીર પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન.મોદીના હસ્‍તે પ્રસૃતા માતાઓને કાંગારૂ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ખેડા જિલ્લામાં ૫૪ પ્રા.આ.કેન્દ્ર તથા ૧૫ સા.આરોગ્ય કેન્દ્ર ખાતે કાંગારું મધર કેર કોર્નર શરૂ કરવામાં આવ્‍યા છે. ઓછા વજન વાળા બાળકોની માતાને કાંગારું કેર વિષે આરોગ્ય કર્મચારીઓ દ્વરા સલાહ આપવામાં આવે છે.
“કાંગારું મધર કેર ‘(KMC) પધ્ધતીથી માતા અને બાળકને તંદુરસ્ત રાખવા માટેની કાળજી લેવામાં આવે છે . બાળકની માંદગી અને મૃત્યું અટકાવી શકાય છે. જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોને વિશિષ્ટ રીતે સંભાળ આપવાની પદ્ધતિને “કાંગારું મધર કેર ‘(KMC) કહે છે. આનાથી તેઓનું આરોગ્ય સુધરે છે.અસરકારક રીતે ઉષ્ણતામાન નિયમન થઈ શકે છે, સ્તનપાન, ચેપની અટકાયત અને માતા અને બાળકોનો મમતા સેતુ પણ બંધાઈ રહે છે. કાંગારું કેર બાળકને દર બે કલાકે ઓછામાં ઓછુ અડધા કલાકે આપવાનું હોય છે.
કાંગારું સંભાળમાં બાળકોને સતત માતા સાથે ચામડીથી ચામડીનાં સ્પર્શ દ્વરા રાખવામાં આવે છે, ફક્ત સ્તનપાન કરાવવામાં આવે છે. કાંગારું સંભાળ દવાખાનામાં શરુ કરવામાં આવે છે.અને ઘરે પણ ચાલુ રાખવામાં આવે છે. વેળાસર, સતત અને લાંબા સમય સુધી બાળકોને માતા સાથે ચામડીથી ચામડીના સ્પર્શથી રાખો એ કાંગારુ સંભાળનું પહેલું અગત્યનું પાસું છે.બાળકને માતાના બંને સ્તન વચ્ચે રાખવું જોઈએ.
આરોગ્ય કર્મચારી તરફથી,દવાખાનામાં માતા કાંગારૂ સંભાળ સારી રીતે આપી શકે તે માટે સંપરામર્શ,મદદ અને નિરીક્ષણ થાય તે જરૂરી છે.તેમજ કાંગારું કેર માતા-પિતા તેમજ ઘરના અન્ય સભ્યો દ્વારા આપી શકાય છે. આ પ્રસંગે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.જાગાણી, મેડીકલ ઓફિસર તથા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.