ETV Bharat / state

સાત પગલા ખેડૂત કલ્‍યાણના અંતર્ગત ખેડા જિલ્‍લામાં અંદાજે રૂપિયા 2.20 કરોડના ખર્ચે ખેડૂતોને લાભાન્વિત કરાશે - પંકજ દેસાઇ

ગુજરાત સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્‍યાણ યોજના અંતર્ગત ત્રીજા ચરણનો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર રાજયના ખેડૂત મિત્રોને રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ માર્ગદર્શક ઉદ્બોધન કર્યું હતું. જેના ભાગરૂપે ખેડા જિલ્‍લામાં તાલુકા અને જિલ્‍લા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા.

ખેડૂત કલ્‍યાણ યોજના
ખેડૂત કલ્‍યાણ યોજના
author img

By

Published : Sep 18, 2020, 7:05 AM IST

નડીયાદ: ​ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અને ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્‍યવસ્‍થાપન- કૃષિ ઉત્‍પાદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ વળે તે માટે રાજય સરકાર દ્વારા આત્‍મનિર્ભળ પેકેજ જાહેર કરાયું છે. ત્રીજા ચરણના ભાગરૂપે સાત પગલા ખેડૂત કલ્‍યાણના કાર્યક્રમ અંતર્ગત રાજયના કુલ બજેટમાંથી રૂપિયા 2.20 કરોડની નાણાકીય જોગવાઇ ખેડા જિલ્‍લા માટે કરવામાં આવી છે. તેમ ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું.

ખેડૂત કલ્‍યાણ યોજના
ખેડૂત કલ્‍યાણ યોજના

પંકજ દેસાઇએ કહ્યું કે,પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્‍પાદન ક્ષમતામાં વધારો થાય છે અને ચાલુ વર્ષે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતમિત્રો માટે બે યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે યોજનાઓ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ માટે રૂપિયા 900 પ્રતિ માસ લેખે વાર્ષિક રૂપિયા 10,800 ની સહાય આપવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી પધ્ધતિ માટે ખેડૂતમિત્રોને 75 ટકા સાધન સહાય અથવા રૂપિયા 1350 ની સહાય આપવામાં આવશે. આ પ્રસંગે ખેડૂતમિત્રોને રાજય સરકારની ખેડૂત કલ્‍યાણલક્ષી યોજનાઓના લાભ લેવા પંકજભાઇ દેસાઇએ અનુરોધ કર્યો હતો.

ખેડૂત કલ્‍યાણ યોજના
ખેડૂત કલ્‍યાણ યોજના

​આ યોજના હેઠળ અંદાજે કુલ 8304 ખેડૂતમિત્રોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ જિલ્‍લા ખેતીવાડી અધિકારી એ.આર.સોનારાએ સ્‍વાગત પ્રવચનમાં માહીતી આપતા જણાવ્‍યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.