ETV Bharat / state

ખેડાના પગલાં મંદીરનો પુલ તોડાતા ભાવિકોમાં રોષ - Dharmendra Bhatt

ખેડાઃ જિલ્લામાં આવેલા ગોમતી તળાવ મધ્યેના ઐતિહાસિક પગલાં મંદિરના નવીનીકરણ તેમજ તળાવના બ્યુટીફિકેશનની કામગીરી પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. જેમાં પગલાં મંદિરના ઐતિહાસિક પુલને તળાવના વિકાસના નામે તોડી પાડવામાં આવતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

ખેડાના પગલા મંદીરનો પુલ તોડતા ભાવિકોમાં રોષ
author img

By

Published : May 31, 2019, 11:55 AM IST

ભક્ત બોડાણા જયારે દ્વારકાથી રણછોડરાયજી મહારાજને ડાકોર લાવ્યા હતા, તે સમયે ભગવાન રણછોડરાયજી ગોમતી તળાવમાં સંતાયા હતા. તળાવમાં જે સ્થળે રણછોડરાયજી સંતાયા હતા તે સ્થળે ચરણપાદુકા પગલાં મંદિરનું નિર્માણ કરી અવરજવર માટે આ પુલ બનાવવામાં આવ્યો હતો. ડાકોરના ગોમતી તળાવમાં વિકાસના નામે તળાવમાં આવેલો ઐતિહાસિક પગલાં મંદિર જવાનો 119 વર્ષ જૂનો પુલ તોડી પાડવામાં આવ્યો છે.

ખેડાના પગલા મંદીરનો પુલ તોડતા ભાવિકોમાં રોષ

આ પુલ અનેક ભાવિકોની આસ્થાનું પ્રતીક હતો. પુલ રણછોડરાયજી મહારાજનું ચરણતીર્થ તેમજ ભક્ત બોડાણાની ભક્તિની ભવ્ય ઇમારત હતો. ત્યારે વિકાસના નામે પ્રવાસન વિભાગ દ્વારા તોડી પડતા ભાવિકોમાં રોષ વ્યાપ્યો છે. ઉપરાંત ગોમતી તળાવ ફરતે માટી પુરાણ કરતા જળચર પ્રાણીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે.

R_GJ_KHD_01_30MAY19_BRIDGE_AV_DHARMENDRA_7203754

ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલા 
ગોમતી તળાવ મધ્યેના ઐતિહાસિક પગલાં મંદિરના નવીનીકરણ તેમજ તળાવના બ્યુટીફિકેશનની કામગીરી પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે.જેમાં પગલાં મંદિરના ઐતિહાસિક પુલને તળાવના વિકાસના નામે તોડી પાડવામાં આવતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
ડાકોરના ગોમતી તળાવમાં વિકાસ કરવાના નામે તળાવમાં આવેલો ઐતિહાસિક પગલાં મંદિર જવાનો ૧૧૯ વર્ષ જૂનો પુલ તોડી પાડવામાં આવ્યો છે.આ પુલ અનેક ભાવિકોની આસ્થાનું પ્રતીક હતો.પુલ રણછોડરાયજી મહારાજનું ચરણતીર્થ તેમજ ભક્ત બોડાણાની ભક્તિની ભવ્ય ઇમારત હતો તેમ ભાવિકો જણાવી રહ્યા છે.જેને વિકાસના નામે પ્રવાસન વિભાગ દ્વારા તોડી પડતા ભાવિકોમાં રોષ વ્યાપ્યો છે.ઉપરાંત ગોમતી તળાવ ફરતે માટી પુરાણ કરતા જળચર પ્રાણીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે.
ભક્ત બોડાણા જયારે દ્વારકાથી રણછોડરાયજી મહારાજને ડાકોર લાવ્યા હતા તે સમયે ભગવાન રણછોડરાયજી ગોમતી તળાવમાં સંતાયા હતા.તળાવમાં જે સ્થળે રણછોડરાયજી સંતાયા હતા તે સ્થળે ચરણપાદુકા પગલાં મંદિરનું નિર્માણ કરી અવરજવર માટે આ પુલ બનાવવામાં આવ્યો હતો.હાલ ગોમતી તળાવ ખાતે વિકાસના નામે પ્રવાસન વિભાગના અણઘડ આયોજનને લઈને અનેક ભાવિકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.