ETV Bharat / state

ખેડામાં ગ્રામ પંચાયતોને TDO ભણાવી રહ્યા છે સ્વચ્છતાના પાઠ

author img

By

Published : Oct 25, 2020, 10:04 AM IST

સ્વચ્છતા અભિયાન માટે સરકાર દ્વારા દર મહિને ગ્રામ પંચાયતોને લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે. પરંતુ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અનેક ગામોમાં ઠેરઠેર ફેલાયેલા ગંદકીના ઢગલા આ અભિયાનને જાણે પડકાર આપી રહ્યા છે. પંચાયતો ગ્રાન્ટ મેળવી નિષ્ક્રિય બની જતી જોવા મળતા TDO દ્વારા દંડો ઉગામવામાં આવ્યો છે. પંચાયતોના સભ્યો, સરપંચ તેમજ તલાટીઓને નોટિસ આપી ગામેગામ જઈને ગ્રાન્ટનો ઉપયોગ કરાવી સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.

મહુધા તાલુકામાં ગંદકી
મહુધા તાલુકામાં ગંદકી
  • TDO દ્વારા ચલાવાઇ રહ્યુ છે સ્વચ્છતા અભિયાન
  • સ્વચ્છતા જાળવવામાં બેદરકાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી
  • ગ્રામજનો શીખી રહ્યા છે સ્વચ્છતાના પાઠ
    ખેડામાં ગ્રામ પંચાયતોને TDO દ્વારા ભણાવાઇ રહ્યા છે સ્વચ્છતાના પાઠ

ખેડા: મહુધા તાલુકાના વિવિધ ગામોમાં ઠેરઠેર ગંદકીના ઢગ તેમજ સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં નાગરિકો દ્વારા અનેકવખત રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ અંગે ગ્રામપંચાયતોને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાની કામગીરીને ગંભીરતાથી ન લેતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામેગામ જઈને જાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરાવવામાં આવ્યું છે.

સ્વચ્છતા જાળવવા ભરાવાય છે સંકલ્પ પત્રોસ્વચ્છતા અભિયાનમાં ગામમાં સાફ-સફાઈ રાખવામાં બેદરકાર ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ તેમજ તલાટીને નોટિસ આપવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો પૂરેપૂરો વપરાશ કરી ગામમાં ગંદકી દૂર કરી સ્વચ્છતા અભિયાન ચલાવવા ગ્રામ પંચાયતોને પ્રેરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ગ્રામજનોને પણ ગામમાં સ્વચ્છતા જાળવવાના સંકલ્પ લેવડાવી સંકલ્પ પત્રો ભરાવવામાં આવી રહ્યા છે.

બેદરકારો સામે કરવામાં આવી રહી છે કાર્યવાહીતાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના અનેક ગામની મુલાકાત લેવામાં આવી રહી છે. તેમજ જરૂર જણાય ત્યાં કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તાલુકા વિકાસ અધિકારીની આ કામગીરીને પગલે તાલુકાના ગામોમાં ગંદકીના સ્થાને હવે સ્વચ્છતા જોવા મળી રહી છે. તેમજ ગ્રામજનો દ્વારા પણ તાલુકા વિકાસ અધિકારીની કામગીરીને આવકારી રહ્યા છે.મહત્વનું છે કે, સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે ગ્રામ પંચાયતોને સાધન સહાય તેમજ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે. ત્યારે લાખો રૂપિયાના આંધણ બાદ પણ ગામોમાં ગંદકીના ઢગ જોવા મળતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાતે સ્વચ્છતા અભિયાન ચલાવી ગ્રામ પંચાયતો સહિત ગ્રામજનોને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.