ખેડા : જિલ્લામાં બે દિવસ ભારે ઉકળાટ બાદ નડિયાદ સહિતના વિસ્તારોમાં મધરાત બાદથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે નડીયાદમાં કાર પર વૃક્ષની ડાળ તૂટી પડવાનો તો માતરમાં કાચી દિવાલ ધરાશાયી થવાના પગલે ચાર લોકોને ઇજા થવાનો પણ બનાવ બન્યા હતા. નડીયાદમાં ગરનાળામાં પાણી ભરાઈ જતા પસાર થઈ રહેલી કાર ફસાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢી હતી. જોકે, ભારે વરસાદમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ભારે વરસાદને પગલે નડીયાદમાં સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં પાર્ક કરેલી કાર પર ઘટાદાર વૃક્ષની ડાળ તૂટી પડી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
મધરાત બાદ ધોધમાર વરસાદ : જિલ્લામાં ગત મધરાત બાદ નડિયાદ સહિતના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નડીયાદમાં પાંચ કલાકથી વધુ સમયમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે જિલ્લાના મહુવા, મહેમદાવાદ, વસો સહિતના અન્ય વિસ્તારોમાં પણ બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. વરસાદને પગલે નડીયાદ શહેરના ચારેય ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.
ગરનાળામાં કાર ફસાઈ : નડીયાદ શહેરના શ્રેયસ ગરનાળામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં ગરનાળામાંથી પસાર થઈ રહેલી કાર ફસાઈ જવા પામી હતી. કારમાં ચાર લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકો બહાર નીકળી જવા પામ્યા હતા. જ્યારે એક વ્યક્તિ કારમાં ફસાઈ જવા પામી હતી. જે બાબતે ફાયર બ્રિગેડ જાણ કરતા ટીમ દ્વારા કારમાં ફસાયેલા વ્યક્તિનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ દોરડાની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
કાર પર ઘટાદાર વૃક્ષની ડાળ તૂટી પડી : જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે વૃક્ષ તૂટી પડવાના બનાવો બનવા પામ્યા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ ક્વાર્ટરના કંપાઉન્ડમાં પાર્ક કરેલી કાર પર ઘટાદાર વૃક્ષની ડાળી તૂટી પડી હતી. જેને કારણે કારને ભારે નુકસાન થયું હતું. જે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
દિવાલ ધરાશાયી થતા ચાર લોકોને ઇજા : જિલ્લાના માતર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. માતરના અસામલી ગામે ભારે વરસાદના કારણે રહેણાંક મકાનની કાચી દીવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો. દીવાલ પડતા દીવાલ નીચે દબાઈ જતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. દીવાલ માટીની હોય તેથી વરસાદમાં ધરાશાયી થઈ જવા પામી હતી.
- Vadodara Rain : શહેરમાં માત્ર 1 ઈંચ વરસાદમાં બાળકોએ મસ્તીએ ચડ્યા, અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા
- Bhavnagar News : ખેતરો નદીની જેમ ભરાયેલા છતાં નુકશાન નથી બોલો, ભાવનગરમાં ક્યા પાકની વાવણી વધુ જૂઓ
- Banaskantha News : માલોત્રા ગામના ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ, રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પાણી સમસ્યા ટળી