ETV Bharat / state

ફોન પર લોભામણી વાતો કરી ઠગાઈ કરતા આરોપીઓની ધરપકડ

ખેડાઃ જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ફોન પર લોભામણી વાતો કરીને બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતાં આરોપી ઝડપાયા છે. આ ઘટનામાં સેવાલિયા પોલીસે બે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફોન પર લોભામણી વાતો કરી ઠગતા આરોપીઓની ખેડા પોલીસે કરી ધરપકડ
author img

By

Published : Jun 13, 2019, 11:24 AM IST

ગળતેશ્વર તાલુકાના થર્મલમાં રહેતા રમેશભાઈ પટેલને એક વ્યક્તિએ ફોન પર લોભામણી વાતો કરી બેન્ક એકાઉન્ટમાંથી RTGS દ્વારા જુદા જુદા ખાતાઓ મારફતે 40.8 લાખની છેતરપિંડી કરી હતી. આ ઘટનામાં સેવાલિયા પોલીસે દ્વારા બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ખેડા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા સઘન કાર્યવાહી હાથ ધરાઇ હતી. તે દરમિયાન આરોપી બ્રહ્માનંદ મદનકીશોર કુશવાહા અને નીતીશકુમાર શ્રીનાગીન્દ્ર યાદવ દિલ્હી, નોઈડા અને યુપી ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. બંને આરોપીઓએ પોલીસ પૂછપરછમાં 40.80 લાખ રૂપિયા પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી ATMથી ઉપાડી લીધા હોવાનું કબૂલ્યું હતું. આરોપીઓએ ગુજરાત અને MP સહિત વિવિધ સ્થળોથી લોકોને ઠગી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું જણાવ્યું હતું.

કાનૂની કાર્યવાહી વખતે આરોપીઓને સાત દિવસના રિમાન્ડમાં રાખવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ સાથે બીજા કેટલાં સાથીઓ સામેલ છે ? અત્યારે સુધી કેટલાં લોકો સાથે છેતરપીંડી કરી છે ? સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. જેના થકી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

R_GJ_KHD_01_12JUNE19_AAROPI_PHOTO_STORY_DHARMENDRA_7203754    

ફોન પર લોભામણી વાતો કરી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રન્સફર કરાવી ૪૦.૮૦ લાખની છેતરપિંડી કરનારા ઉત્તરપ્રદેશના બે આરોપીઓને ખેડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા.
ગળતેશ્વર તાલુકાના થર્મલના રહીશ રમેશભાઈ પટેલને એક ઈસમે ફોન પર લોભામણી વાતો કરી બેન્ક એકાઉન્ટમાંથી આરટીજીએસ દ્વારા જુદા જુદા ખાતાઓ મારફતે રૂ.૪૦.૮૦ લાખની છેતરપિંડી કરી હતી.જે મામલામાં સેવાલિયા પોલીસ દ્વારા બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ખેડા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા સઘન કાર્યવાહી હાથ ધરાઈ હતી.જે દરમ્યાન આરોપીઓ દિલ્હી,નોઈડા અને યુપી ખાતે રહેતા હોવાનું ખુલ્યું હતું.જેથી ખેડા પોલીસની ટીમ દ્વારા એમપી ખાતેથી બ્રહ્માનંદ મદનકીશોર કુશવાહા, રહે.ડિગવાબુઝર્ગ,ખુશીનગર,યુપી તથા યુપી ખાતેથી નીતીશકુમાર શ્રીનાગીન્દ્ર યાદવ,રહે.નોઈડા,યુપી ને ઝડપી પાડ્યા છે.જે બંને આરોપીઓએ પૂછપરછમાં ૪૦.૮૦ લાખ પોતાના ખાતાઓમાં ટ્રન્સફર કરી એટીએમ દ્વારા ઉપાડી લીધા હોવાની કબૂલાત કરી હતી.બંને આરોપીઓએ ગુજરાત,એમપી સહીત વિવિધ સ્થળોએ લોકો સાથે છેતરપિંડી આચરી હોઈ તેમજ તેમની સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોઈ પોલીસ દ્વારા બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.