- નડિયાદ શહેરની 3 હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ
- ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ દ્વારા યોજાઈ મોકડ્રીલ
- હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં બચાવ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીની ચકાસણી
ખેડા : સમગ્ર રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે, ત્યારે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં કઈ રીતે સમયસર પહોંચી દર્દીઓને બચાવી શકાય તે હેતુથી તંત્ર દ્વારા નડિયાદમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
નડીયાદ શહેરની ત્રણ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ
ખેડા જિલ્લાની સૌથી મોટી નડિયાદ સિવિલ હોસ્પિટલ, એન. ડી. દેસાઈ હોસ્પિટલ અને મહાગુજરાત હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં એક પછી એક ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને નડિયાદની શહેર પોલીસને કરાતાં આ ત્રણેય ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે, તે પહેલાં આગ બુઝાવવાન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં બચાવ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીની ચકાસણી
સૌથી પહેલાં નડિયાદ સિવિલ હોસ્પિટલનો કોલ મળ્યો હતો, જે ઘટનાના થોડા મિનિટ બાદ મહાગુજરાત અને છેલ્લે એન. ડી. દેસાઈ હોસ્પિટલ ત્રણેય જગ્યાઓ પર થઈને સવા કલાકની અંદર આ મોકડ્રીલ યોજાયું હતું. જેમાં સમયસર ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ની ટીમ આવે છે કે, નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો -