ETV Bharat / state

Kheda Crime : લ્યો બોલો ખેડામાં ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાઈ, અસલી નકલી પારખવામાં મુશ્કેલી - Duplicate Turmeric Factory on Mill Road Nadiad

ખેડાના નડિયાદમાં બે ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આ હળદરને વિદેશ મોકલવામાં આવતી હતી. અસલી હળદર કઈ અને નકલી હળદરનો ભેદ પારખવો મુશ્કેલ બનતો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ

Kheda Crime : લ્યો બોલો, ડુપ્લીકેટ હળદર ફેક્ટરી ઝડપાઈ, અસલી કઈ નકલી કઈ પારખવી મુશ્કેલ

author img

By

Published : Apr 10, 2023, 10:29 PM IST

ખેડાના નડિયાદમાં બે ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ખેડા : જિલ્લાના નડિયાદ શહેરમાંથી ડુપ્લીકેટ હળદર બનાવવાની ફેક્ટરી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જેમાં જુદા જુદા કેમિકલો મિક્સ કરીને તેમાં કણકીનો લોટ નાખી હળદર બનાવવામાં આવતી હતી. પોલીસ દ્વારા આ ગોરખ ધંધાનો પર્દાફાશ કરી હાલ સમગ્ર મામલે વધુ તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નડિયાદ શહેર પોલીસને બાતમી મળી હતી કે, નડિયાદ શહેરના મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવા વાપરવામાં આવતા કેમિકલનો જથ્થો ઉતર્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ડુપ્લીકેટ હળદર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.

બે સ્થળોએથી ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાઈ : પોલીસ દ્વારા નડિયાદ શહેરના મિલ રોડ પરથી ડુપ્લીકેટ હળદરનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. તેની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન જ આ ફેક્ટરી સાથે સંકળાયેલી એક અન્ય ફેક્ટરી નડિયાદ શહેર નજીક આવેલા સિલોડ ગામેથી પણ ઝડપાઈ છે. ત્યાંથી પણ મોટા પ્રમાણમાં પોલીસને જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તેમજ એફએસએલની મદદથી નમૂના ચકાસણી કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : Surat Crime : બોટલમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરવાના ખેલનો કર્યો પદાર્ફાશ, 3 શખ્સોની ધરપકડ

કેમિકલથી બનાવવામાં આવતી હળદર : ડુપ્લીકેટ હળદરના આ ગોરખધંધામાં અલગ અલગ કેમિકલ મિક્સ કરી તેમાં કણકીનો લોટ નાખી હળદર બનાવવામાં આવતી હતી. જે તૈયાર કરતા અસલી હળદર કે નકલી હળદરનો ભેદ પારખવો મુશ્કેલ બનતો હોય છે. જોકે આવી હળદરમાં અસલી હળદરનું તો ક્યાંય નામ નિશાન મળતું નથી હોતું. ત્યારે બજારમાં પહોંચી આવી હળદરનો વપરાશ અનેક લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરે છે.

આ પણ વાંચો : ઘી બજારમાં દરોડા, સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ

હળદર વિદેશ મોકલવાનું રેકેટ : મળી રહેલી વિગતો મુજબ આ રીતે કેમિકલથી તૈયાર કરવામાં આવતી નકલી હળદર વિદેશ મોકલી રૂપિયા રળવાનો કારસો હતો. ત્યારે પોલીસ દ્વારા અત્યાર સુધી આવી નકલી હળદર તૈયાર કરી ક્યા ક્યા મોકલાઈ હતી. તેમજ વિદેશમાં ક્યા મોકલવામાં આવતી હતી. તે સહિતની વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર કોણ છે, કોની ફેક્ટરી છે તેમજ અન્ય કયા વ્યક્તિ સંડોવાયેલા છે. તે બાબતે હાલના તબક્કે કોઈ સ્પષ્ટતા થયેલ નથી. જોકે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇન્ચાર્જ એસપી સહિતના પોલીસ કાફલા દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.